Gujarat

જામનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા માત્ર 24 કલાકમાં વધુ 94 વોરંટની બજવણી કરી લેવાઇ

By GS TEAM
26 Aug 20251 min read
TukuTouch Logo
જામનગરના નવ નિયુક્ત એસ.પી. ડો.રવી મોહન સૈનિ, કે જેઓ દ્વારા બાકી રહેલા કેસનો ઝડપી નિકાલ માટે ઉપરાંત જામનગરની અદાલતમાં કેસનું ભારણ ઘટાડવાના ભાગરૂપે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા માત્ર 24 કલાકમાં વધુ 94 વોરંટની બજવણી કરી લેવાઇ

Jamnagar Police : જામનગરના નવ નિયુક્ત એસ.પી. ડો.રવી મોહન સૈનિ, કે જેઓ દ્વારા બાકી રહેલા કેસનો ઝડપી નિકાલ માટે ઉપરાંત જામનગરની અદાલતમાં કેસનું ભારણ ઘટાડવાના ભાગરૂપે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે, જેના ભાગરૂપે ગઈકાલે એક દિવસ માટેની જામનગર શહેર જિલ્લામાં ઝુંબેશ રાખવામાં આવી હતી.

 શહેર અને જિલ્લાના તમામ પોલીસ મથકોના વિસ્તારના પોલીસ સ્ટાફને દોડતા કરાવાયા હતા, અને જામીન લાયક તેમજ બિન જામીન લાયક વોરંટની બજવણી બાકી હોય, તેવા તમામ વોરંટ તાત્કાલિક અસરથી બજાવવા માટે સમગ્ર જિલ્લાની પોલીસ ટુકડી દોડતી કરાવાઈ હતી અને ગઈકાલે એક જ દિવસમાં 94 વોરંટ બજાવી દેવામાં આવ્યા છે. ઉપરાંત આ પ્રકારની અન્ય કાર્યવાહી પણ અવિરત ચાલુ રાખવામાં આવી છે.