ચેક રિટર્ન અંગેના કેસમાં જામનગર કોર્ટે બે વર્ષની સજા ફટકારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Court : જામનગર સ્પેશિયલ નેગોશિએબલ કોર્ટે વડોદરાના આરોપીને બે વરસની કેદ અને ચેકની રકમનો દંડ કરતો ચૂકાદો જાહેર કર્યો છે.
આ અંગેની વિગતો એવી છે કે, ફરિયાદી વિધાબેન આસ્તિકભાઈ ભરાડે આરોપી પ્લાસ્ટ મેક એન્જીનિયરીંગના માલિક હિનાબેન દિપકભાઈ શાહને સંબંધે દાવે રૂા.10 લાખની મદદ કરેલ જે પૈકી સાડા સાત લાખ આરોપીએ ચેકથી ચૂકવેલ અને બાકી રહેતી રકમ રૂા.2,50,000/- નો ચેક આપેલો જે પરત ફરતા ફરિયાદીએ જામનગર સ્પેશિયલ નેગોશિએબલ કોર્ટમાં ફરિયાદ કરેલી.
વધુમાં, ચેક રિટર્નની નોટિસના જવાબમાં આરોપી હિનાબેન લેણુ કબૂલી હપ્તેથી રકમ ચૂકવવા જણાવેલું. પરંતુ કેસ ચાલતા દરમ્યાન લેણા સંબંધે ઈન્કાર કરી અત્રેની કોર્ટમાં 13 વરસથી કાનૂની લડાઈ ચાલી
બન્ને પક્ષોની દલીલો, પૂરાવા ધ્યાને લઈને એડી. ચીફ જયુડીશિયલ મેજી. સ્પે. નેગોશિએબલ કોર્ટ જજ મનોજકુમાર લાલવાણીએ આરોપી હિનાબેનને તકસીરવાન ઠરાવી બે વરસની કેદ અને ચેકની રકમનો દંડ અને વળતર ફરિયાદીને આપવા આજરોજ હુકમ કરેલ હતો.








