Gujarat

જામનગરના કુરીયર બોયનો ગુમ થયેલો થેલો પોલીસ વિભાગની કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-નેત્રમની ટીમે શોધી આપ્યો

By GS TEAM
12 Dec 20251 min read
TukuTouch Logo
બ્લુ ડાર્ટ કુરિયર કંપનીના કુરિયર બોયના થેલામાં 71,587 ની કિંમતના 4 પાર્સલો હતા

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના કુરીયર બોયનો ગુમ થયેલો થેલો પોલીસ વિભાગની કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-નેત્રમની ટીમે શોધી આપ્યો

Jamnagar Police : જામનગરના બ્લુ ડાર્ટ કુરિયર કંપનીના કુરિયર બોય ભરતભાઇ રામજીભાઇ કણજારીયા કે જે ગત તા.06.12.૨૦૨૫ ના સવારના 11.00 વાગ્યેના ઓનલાઈનના પાર્સલની ડીલીવરી કરવા માટે ગુરૂદ્વારા સર્કલથી જી.આઇ.ડી.સી તરફ જતા હોય, તે દરમ્યાન રસ્તામાં ક્યાંક આ પાર્સલનો થેલો જેમાં 71,587 ની કિંમતના 4 પાર્સલો હતા.

જે બાબતે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનો સંપર્ક કરતાં પો.સબ.ઇન્સ. બી.બી.સિંગલના માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ. પી.એ.ખાણઘર, તેમજ પ્રદિપસિંહ સોઢા, સંજયભાઇ જોડ, મિતલબેન સાવલીયા, પારૂલબા જાડેજા સહિતની ટીમે અલગ અલગ વિસ્તારના લોકલ તેમજ કમાન્ડ કંટ્રોલના કેમેરાના ફુટેજ ચકાસતાં કુરીયર બોયનો બ્લુ કલરનો થેલો એક રીક્ષામાં પાછળની સાઇડ પડેલો જોવા મળ્યો હતો.

જેથી આ રીક્ષાના રજી. નં. જી.જે. 10 ટી. ડબ્લ્યુ 0995 હોવાનું જાણવા મળ્યું હતું. આથી રીક્ષા ચાલકના વાહન નંબર પરથી આઇટીએમએસ ચલણ વેબસાઇટની મદદથી મોબાઈલ નંબર શોધી અને સંપર્ક કરી તેની પાસેથી બ્લ્યુ ડાર્ટ કંપનીના કુરીયર બોયનો પાર્સલનો થેલો શોધી કાઢી તેને પરત સોંપી દીધો છે, જેથી તેણે પોલીસ વિભાગનો આભાર માન્યો હતો.