Gujarat

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 11.74 કરોડ નવા વિવિધ વિકાસ કામોનાં ખર્ચને મંજૂરી

By GS TEAM
27 Jun 20255 mins read
TukuTouch Logo
જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂપિયા 11 કરોડ 74 લાખના વિવિધ વિકાસ કામના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. ખાસ કરીને શહેરમાં નગરપાલિકા હસ્તકની તમામ સેવાઓ ઉપર સીસીટીવી કેમેરા મારફત નજર રાખવા માટે ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે શહેરમાં ચાર નવા આરોગ્ય કેન્દ્ર બનાવવા તથા વોર્ડ નંબર 1 થી 8માં કચરો એકત્ર કરી તેના નિકાલની કામગીરી માટે રૂ.900 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 11.74 કરોડ નવા વિવિધ વિકાસ કામોનાં ખર્ચને મંજૂરી

જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂપિયા 11 કરોડ 74 લાખના વિવિધ વિકાસ કામના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. ખાસ કરીને શહેરમાં નગરપાલિકા હસ્તકની તમામ સેવાઓ ઉપર સીસીટીવી કેમેરા મારફત નજર રાખવા માટે ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે શહેરમાં ચાર નવા આરોગ્ય કેન્દ્ર બનાવવા તથા વોર્ડ નંબર 1 થી 8માં કચરો એકત્ર કરી તેના નિકાલની કામગીરી માટે રૂ.900 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.

જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે નિલેશ બી. કગથરા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં કુલ 11 સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન.મોદી, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, ઇચા. સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, ઇચા. આસી. કમિશ્નર (ટે.) જીજ્ઞેશ નિર્મલ હાજર રહ્યાં હતા.

લાઈટ શાખાના એક જૂની.ઇજનેરને કન્વે. એલાઉન્સ આપવા નિર્ણય લેવાયો હતો. અર્બન પ્લાનર તરીકે ફરજ બજાવતા કોન્ટ્રાક્ટર બેઈઝ કર્મચારી ઓની નવી નિમણુંક આપવા અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે 11 માસ માટે નવી નિમણુંક આપવાનું મંજુર રખાયું હતું.

જામનગર શહેર ખાતે કુલ 4 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નવા બનાવવા માટેની દરખાસ્તને સૈધ્ધાંતિક મંજુરી આપવા આવી હતી. સને 2025-26માં વોર્ડ નં. 1 થી 8ના તમામ વિસ્તારોમાં જુદા જુદા પ્રકારના પોલ ઈરેક્શન, પોલ શિફટીંગ વર્ક તથા સેન્ટ્રલ લાઈટીંગ મેઈન્ટેનન્સ તેમજ આનુસંગિક વર્ક અંગે રૂા. 11.80 લાખનું ખર્ચ મંજુર કરાયું હતું.

મ્યુનિ. સભ્યની ડીમાન્ડ અન્વયે લોકભાગીદારીની સ્કીમ અંતર્ગત વોર્ડ નં. 7માં સોઢાના ડેલામાં પાઈપ ગટર/ભુગર્ભ ગટર બનાવવાના કામ માટે રૂા. 23.25 લાખ મંજુર કરવામાં આવ્યા હતા. 

જામનગર મહાનગરપાલિકાના ભાગ નં. 1થી 8માંથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કામગીરી, ઓપન પોઈન્ટ ગાર્બેજ કલેકશન, બીન્સ કલેકશન કરી પોતાના બંધ બોડીના વાહનો દ્વારા નિકાલ કરવાના કામ માટે ત્રણ માસનું ખર્ચ રૂા. 900 લાખ મંજુર કરાયું હતું.

પ્રાઈવેટ સોસાયટી સ્કીમ હેઠળ સફાઈ કામદારો/ખર્ચ અંગે રૂા. 11.40 લાખ , સોલીડ વેસ્ટ શાખાના કાયમી સફાઈ કામદાર કિશન દેવજીભાઈ પુરબીયા ને કેન્સરની બીમારી સબબ આર્થિક સહાય અન્વયે રૂા. 75,000 ની મર્યાદામાં આર્થિક સહાય આપવાનું મંજુર કરાયું હતું.

વોર્ડ નં. 15ના શંકર ટેકરી માં દિ. પ્લોટ 49 મેઈન રોડ થી આર્મી ગેઈટ (રામનગરના ખુણા સુધી) સુધી સી.સી. રોડના કામ અંગે રૂા. 53.73 લાખ , અને દિ. પ્લોટ 49, રામનગર કોર્નરથી મેઈન રોડ સુધી સી.સી. રોડના કામ માટે રૂા. 16.87 લાખ , વોર્ડ નં. 15 શંકર ટેકરી પાણીના ટાંકાથી જલારામ પ્રોવીઝન સ્ટોરથી જય આશાપુરા મકાન થી જય હિંગળાજ કૃપા મકાન સુધી સી.સી. રોડના કામ (ભાણુભાની દુકાનવાળો રોડ)ના કામ અંગે રૂા. 23.14 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.

વોર્ડ નં. 1 થી 8માં ગાર્ડનના હેતુ માટે ટ્રેકટર ટ્રોલી વીથ લેબર સપ્લાય કરવાના કામ માટે રૂ. 9.77 લાખ , વોર્ડ નં. 9થી 16માં ગાર્ડનના હેતુ માટે ટ્રેકટર ટ્રોલી વીથ લેબર સપ્લાય કરવાના કામ અન્વયે રૂા. 9.82 લાખના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી.

સીવીલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. 1, 6 અને 7) અને સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. 5, 9, 13 અને 14)માં ગાર્ડનના હેતુ માટે વોટર ટેન્કર વડે રોડ સાઈડ ટ્રી-પ્લાન્ટેશનમાં પાણી પીવડાવવાના કામ માટે રૂા. 3.01 લાખ , સીવીલ ઈસ્ટ ઝોન (વોર્ડ નં. 10, 11 અને 12) અને સાઉથ ઝોન (વોર્ડ નં. 8, 15 અને 16) અને નોર્થ ઝોન (વોર્ડ નં. 2, 3 અને 4)માં ગાર્ડનના હેતુ માટે વોટર ટેન્કર વડે રોડ સાઈડ ટ્રી-પ્લાન્ટેશનમાં પાણી પીવડાવવાના કામ માટે રૂા. 3.03 લાખ, સીવીલ ઈસ્ટ ઝોન (વોર્ડ નં. 10, 11 અને 12) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ કેનાલ-બીજ વર્કસના કામ અંગે રૂા. 5 લાખ , સીવીલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. 5, 9, 13અને 14) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ કેનાલ-બીજ વર્કસના કામ અંગે રૂા. 5 લાખ , સીવીલ નોર્થ ઝોન (વોર્ડ નં. 2, 3 અને 4) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ કેનાલ- બીજ વર્કસના કામ અંગે રૂા. 5 લાખ , સીવીલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. 5, 9, 13 અને 14) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ટ્રાફીક વર્કસના કામ અંગે રૂા. 5 લાખ., સીવીલ સાઉથ ઝોન (વોર્ડ નં. 8, 15 અને 16) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ટ્રાફીક વર્કસના કામ અંગે રૂ. પ લાખ , સીવીલ ઈસ્ટ ઝોન (વોર્ડ નં. 10, 11 અને 12) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ટ્રાફીક વર્કસના કામ અંગે રૂા. 5 લાખના ખર્ચને મંજુર કરાયું હતું.

ચોમાસાની સીઝન દરમ્યાન હાઈડ્રોલીક એસકેવેટર તથા ટ્રેકટર વીથ ટ્રોલી સપ્લાય કરવાના કામ અંગે રૂા. 20 લાખ , સીવીલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. 1, 6 અને 7) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસના કામ માટે રૂા. 10 લાખ, સીવીલ ઈસ્ટ ઝોન (વોર્ડ નં. 10, 11 અને 12) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસના કામ અંગે રૂા. 5 લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.

સીવીલ સાઉથ ઝોન (વોર્ડ નં. 8, 15 અને 16) માં સ્ટ્રેન્યુનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસના કામ માટે રૂા. 5 લાખ , સીવીલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. 5, 9, 13 અને 14) માં સ્ટ્રેન્નીંધગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસના કામ માટે રૂ . 10 લાખ , સીવીલ ઇસ્ટ ઝોન (વોર્ડ નં. 10, 11 અને 12)માં સ્ટ્રેનધનિંગ એન્ડ અપગ્રેડેશન ઓફ રોડ વર્કસ (મેટલ, મોરમ, ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવાનું કામ)ના કામ અંગે રૂા. 7.50 લાખ , કેબલ ટી.વી. / મનોરંજન કર / વ્યવસાય વેરા ગ્રાન્ટ (સ્વભંડોળ) અન્વયે સીવીલ શાખા વેસ્ટ ઝોન (વોર્ડ નં. 1, 6 અને 7)માં વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં (સી.સી. ચરેડા)ના કામ અંગે રૂા. 10 લાખ અને | સને 2025-26 દરમ્યાન કેબલ ટી.વી. / મનોરંજન કર / વ્યવસાય વેરા ગ્રાન્ટ (સ્વભંડોળ) અન્વયે સીવીલ શાખા નોર્થ ઝોન (વોર્ડ નં. 2, 3 અને 4) માં વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં (સી.સી. ચરેડા) ના કામ માટે રૂા. 10 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે એક દરખાસ્ત અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરવામાં આવી હતી જેમાં ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટની નિમણુંક આપવાનું મંજુર કરાયું હતું. આમ આજની બેઠક માં કૂલ રૂ. રૂા. 11 કરોડ 74 લાખના જુદાજુદા ખર્ચને મંજૂરી અપાઈ હતી.