જામનગરના પાંચ હાટડી મણિયાર શેરીમાં 4 દુકાનોનું ગેરકાયદે બાંધકામ તોડી પાડતી મહાનગર પાલિકા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Demolition : જામનગરના પાંચ હાટડી વિસ્તારમાં મહાનગર પાલિકાની મંજૂરી વગર કરવામાં આવતું દુકાનનું બાંધકામ આજે મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.
જામનગર શહેર વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવામાં આવતા પહેલા મહાનગર પાલિકા પાસે બાંધકામ પરવાનગી મેળવવી ફરજિયાત છે. ત્યારે આજે પાંચ હાટડી વિસ્તાર, મણિયાર શેરીમાં ગેરકાયદે ચાલતા ચાર દુકાનના બાંધકામને મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. અને આશરે 550 ફૂટ જગ્યા ખુલ્લી કરાવાઈ હતી. દુકાનોનું ગેરકાયદે બાંધકામ ચાલતું હોવાની માહિતી મળતા ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા અબ્દુલ લુસવાલા નામના આસામીને નોટિસ પાઠવાઈ હતી. અને મંજૂરીના આધાર પુરાવા રજૂ કરવા જણાવાયું હતું. પરંતુ કોઈ પુરાવા રજૂ નહીં થતાં બાંધકામ તોડવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ પછી આજે સવારે એસ્ટેટ વિભાગના અધિકારી અને તેઓની ટીમ દ્વારા ચારેય દુકાનોનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.








