જામનગરમાં રેકડી-પથારાઓના પ્રશ્નને લઈને શહેર કોંગ્રેસ સેવાદળ સમિતિ દ્વારા લાલ બંગલા સર્કલમાં ધરણાં કરાયા
Jamnagar Congress : જામનગર શહેરના રેકડી અને પાથરણા વાળાઓના પ્રશ્નને લઈને વોર્ડ નંબર ચારના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાની આગેવાનીમાં જામનગર શહેર કોંગ્રેસ સેવાદળ સમિતિના બહેનો દ્વારા લાલ બંગલા સર્કલમાં હાથમાં બેનર પોસ્ટર રાખીને ધરણા કરવામાં આવ્યા છે.
જામનગરમાં જુની આરટીઓ કચેરી પાસે કેટલીક રેકડીઓને ટ્રાફિકના મુદ્દે ખસેડી લેવામાં આવી છે, જેઓ વર્ષોથી ત્યાં ધંધો કરે છે. તેઓને ફરીથી રાખવા દેવા માટે તેમજ બર્ધન ચોક વિસ્તાર કે જ્યાં ગ્રામ્ય વિસ્તારમાંથી અનેક લોકો ખરીદી માટે આવે છે, અને સસ્તા આવે ચીજ વસ્તુઓ મળે છે. તે માટે પાથરણાવાળાઓને સવાર સાંજ બે કલાક સમય ફાળવીને ધંધો કરવા દેવામાં આવે તેવી માંગણી સાથે ધરણાં કરવામાં આવ્યા છે.