Gujarat

જામનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપ સામે વિરોધ પ્રદર્શન અને રેલીમાં કુલ 14 કાર્યકરોની અટકાયત કરાઈ

By GS TEAM
20 Dec 20251 min read
TukuTouch Logo
નેશનલ હેરાલ્ડ કેસમાં સુપ્રિમ કોર્ટ દ્વારા સોનીયા ગાંધી અને રાહુલ ગાંધીને રાહત આપતો ચુકાદો આપવામાં આવ્યો છે. ત્યારે ખોટી રીતે ગાંધી પરિવારને સરકારે બદનામ કર્યાના આક્ષેપો સાથે જામનગરમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલી યોજીને "ગાંધી લડે થે ગોરો સે, હમ લડેગે ચોરો સે" ના સુત્રોચ્ચાર સાથે જિલ્લા ભાજપ કાર્યાલય સુધી રેલી યોજવામાં આવતા 14 કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપ સામે વિરોધ પ્રદર્શન અને રેલીમાં કુલ 14 કાર્યકરોની અટકાયત કરાઈ

Jamnagar Congress : નેશનલ હેરાલ્ડ કેસમાં સુપ્રિમ કોર્ટ દ્વારા સોનીયા ગાંધી અને રાહુલ ગાંધીને રાહત આપતો ચુકાદો આપવામાં આવ્યો છે. ત્યારે ખોટી રીતે ગાંધી પરિવારને સરકારે બદનામ કર્યાના આક્ષેપો સાથે જામનગરમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલી યોજીને "ગાંધી લડે થે ગોરો સે, હમ લડેગે ચોરો સે" ના સુત્રોચ્ચાર સાથે જિલ્લા ભાજપ કાર્યાલય સુધી રેલી યોજવામાં આવતા 14 કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં હતી. 

શહેરના સાત રસ્તા સર્કલથી જિલ્લા ભાજપ કાર્યાલય સુધી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરિયાની આગેવાનીમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો જોડાયા હતા, અને રેલી યોજી હતી. જેમાં ઉગ્ર સૂત્રોચ્ચાર અને હાથમાં બેનરો સાથે રેલો યોજીને ભાજપ વિરોધ નારા ઉચ્ચારવામાં આવ્યા હતા. દરમિયાન સીટી સી.ડિવિઝન પોલીસે વિરોધ પ્રદર્શન કરનાર 14 ની અટકાયત કરવામાં આવી હતી. જોકે પાછળથી તમામને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.