Gujarat

જામનગર શહેરની લાલપુર બાયપાસ પછીની નવી ડેવલપ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ: કોંગ્રેસ દ્વારા મનપામાં આવેદન

By GS TEAM
18 Jul 20252 mins read
TukuTouch Logo
જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નં.16 માં લાલપુર બાયપાસ પાછીની તમામ નવી સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોય તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી સાથે શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે સ્થાનિક રહેવાસીઓને સાથે રાખીને મહાનગરપાલિકાની કચેરીમાં જઈ વિસ્તૃત આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેરની લાલપુર બાયપાસ પછીની નવી ડેવલપ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ: કોંગ્રેસ દ્વારા મનપામાં આવેદન

Jamnagar Congress : જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નં.16 માં લાલપુર બાયપાસ પાછીની તમામ નવી સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોય તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી સાથે શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે સ્થાનિક રહેવાસીઓને સાથે રાખીને મહાનગરપાલિકાની કચેરીમાં જઈ વિસ્તૃત આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે.

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.16 માં લાલપુર બાયપાસ પછીની ક્રિષ્નાપાર્ક, જ્યોતિ પાર્ક-1, 2, શિવધારા-1, 2, 3, યોગીધારા, શિવધારા-4, 6, 7, જે.જે.કબીર, ખોડીયાર વિદ્યા, સરદાર હેરીટેઝ, જે.જે. જસોદાનાથ, ખોડલગ્રીન, શ્રીજી, 1, 2, ખોડલવિલા, શ્રીરાજપાર્ક, જયહરી 1, 2, વ્રજધામ, ઓમપાર્ક, પ્રગતિપાર્ક, વ્રજવિતાર, કુબેર- 4 કર્મચારીનગર, આશીર્વાદ લીઓ આ તમામ સોસાયટીઓ જામનગર મહાનગરપાલિકામાં સમાવેશ થયેલો છે.

અહીં રહેતા તમામ લોકો ટેક્સ વેરો, ભરવા છતાં હાલની તકે સ્ટ્રીટ લાઈટની કોઈ સુવિધા નથી તેના લીધે આ વિસ્તારોમાં અપારપટ્ટ હોય તેમજ અવાર-નવાર આ રોડ પર અકસ્માતો પણ સર્જાય છે. રોડ-રસ્તા કરવામાં આવેલ નથી. ભૂગર્ભ ગટરનું કનેક્શન આપવામાં આવેલ નથી, અને કોઈ કાયમી સફાઈ કામદાર ન હોવાથી ચારેય તરફ કચરા અને ગંદકીના ઘર ભાગ્યા છે. અને પીવાલાયક શુદ્ધ પાણી આવતું નથી, ખુબ જ ગંદુ પાણી આવે છે. જેના હિસાબે આરોગ્યને ખુબ જ ખતરો રહે છે.

ઉપરાંત કચરાની ગાડી આ નવી સોસાયટીના હિસાબે આવતી જ નથી અને ઉપરોક્ત સોસાયટીના લોકો આ પ્રાથમિક સુવિધા ન હોવાથી ખુબ જ ત્રાહિમામ થઈ ગયેલ છે. એટલે ના છુટકે સ્થાનિક લોકોને સાથે રાખીને આ આવેદન પત્ર દેવાની જરૂર પડી છે. આ અંગે મનપાના અધિકારીને રૂબરૂ વિઝીટ કરવા માગણી કરી છે. જેથી સ્થાનિક પ્રશ્નની હકીકતથી વાકેફ થાય.