Get The App

જામનગર શહેરમાં દેશી દારૂ અંગેના વેચાણમાં મહિલાઓનો દબદબો

Updated: Apr 13th, 2025

GS TEAM

Google News
Google News
જામનગર શહેરમાં દેશી દારૂ અંગેના વેચાણમાં મહિલાઓનો દબદબો 1 - image

જામનગર શહેરના સીટી સી. ડીવી પોલીસ પો.સ્ટે.વિસ્તાર હેઠળ ના  જાગૃતીનગર, વુલનમીલ ફાટક ખુલ્લી ફાટક , ગણપતનગર, બાવરીવાસમા દેશી દારૂ દુષણ દુર કરવા માટે જામનગર સીટી ડીવીઝન પોલીસ સ્ટેશનના એ ડીવીઝન, બી ડીવીઝન અને સી ડીવીઝન પોલીસ સ્ટાફના માણસો તથા એલ.સી.બી તથા એસ.ઓ.જી ના પોલીસ સ્ટાફના માણસો અને અધિકારી સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા.
આ વિસ્તારમાં ચાલતી દેશી દારૂ બનાવટ અને વેચાણ અંગે  કોબીંગ હાથ ઘરી એક સાથે ૩૫ સ્થળો ઉપર દરોડા પાડવા આવ્યા હતાં. જેમાથી  14 સ્થળો ઉપર ગે.કા દેશી દારૂની પ્રવૃતી નજરે ચડી હતી. પોલીસે  કુલ દેશી દારૂ લીટર - 100 ( કિ.રૂ.20,000 ) તથા દેશી બનાવવાનો દારૂનો કાચો આથો લીટર - 170 (કિ.રૂ.4250)નો મુદામાલ કબજે લીધો હતો. અને ગોદાવરીબેન પ્રવિણભાઇ ચૌહાણ (રહે જાગૃતીનગર બાવરીવાસ), જમનાબેન ધનર્સિંગ ડાભી (રહે ખુલ્લી ફાટક બાવરીવાસ ), મોહીનીબેન લક્ષ્મણભાઇ ડાભી (રહે.હુલરમીલ ફાટક બાવરીવાસ),  આરતીબેન જસરાજભાઇ ડાભીn( રહે. ખુલ્લી ફાટક), ગોદાવરીબેન રાજેશભાઇ માલપરા  (રહે,જાગૃતીનગર બાવરીવાસ), શોભનાબેન કાનાભાઇ માલપરા (રહે . જાગૃતીનગર) , વર્ષાબેન લખનભાઈ કોળી (રહે,જાગૃતીનગર બાવરીવાસ ) , ચાંદનીબેન રામસ્વરૂપ પરમાર (રહે.હુલરમીલ ફાટક બાવરીવાસ ),  વિરુબેન માઘાભાઇ પરમાર (રહે.દિજામ પુલ નીચે બાવરીવાસ ),  શોભનાબેન જીવણભાઇ પરમાર (રહે જોગણીનગર બાવરીવાસ ),  સીલાબેન સુરજભાઇ ડાભી (રહે ખુલ્લી ફાટક બાવરીવાસ ),  ગીતાબેન રાહુલભાઈ ડાભી ( રહે. ખુલ્લી ફાટક બાવરીવાસ ), સવીતાબેન રાઘેભાઇ બાવરી (રહે .વુલરમીલ ફાટક બાવરીવાસ ) અને   સોનલબેન રાજેશભાઇ વઢીયાર( રહે. ખુલ્લી ફાટક બાવરીવાસ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Tags :