Gujarat

જામનગર શહેર ભાજપ દ્વારા ગુજરાત રાજ્યના દિવંગત પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પવા માટેની પ્રાર્થના સભા યોજાઈ

By GS TEAM
22 Jun 20251 min read
TukuTouch Logo
ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા તમામ દિવંગતો, અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત રાજ્યના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટેની પ્રાર્થના સભાનું આયોજન રવિવાર તારીખ 22 જૂનના સવારે 11:00 વાગ્યે ઓસવાળ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં શહેર ભાજપના અનેક હોદ્દેદારો,કોર્પોરેટરો, કાર્યકરો, તેમજ નગરના અન્ય શ્રેષ્ઠીઓ, વેપારી અગ્રણીઓ વગેરેએ ઉપસ્થિત રહી સ્વ વિજયભાઈ રૂપાણી તથા અન્ય દિવંગતોને પુષ્પાંજલિ અર્પિત કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેર ભાજપ દ્વારા ગુજરાત રાજ્યના દિવંગત પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પવા માટેની પ્રાર્થના સભા યોજાઈ

ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા તમામ દિવંગતો, અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત રાજ્યના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટેની પ્રાર્થના સભાનું આયોજન રવિવાર તારીખ 22 જૂનના સવારે 11:00 વાગ્યે ઓસવાળ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં શહેર ભાજપના અનેક હોદ્દેદારો,કોર્પોરેટરો, કાર્યકરો, તેમજ નગરના અન્ય શ્રેષ્ઠીઓ, વેપારી અગ્રણીઓ વગેરેએ ઉપસ્થિત રહી સ્વ વિજય રૂપાણી તથા અન્ય દિવંગતોને પુષ્પાંજલિ અર્પિત કરી હતી.

આ શ્રદ્ધાંજલિ અર્પવા માટેની પ્રાર્થના સભામાં જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, શહેરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, અને રિવાબા જાડેજા, શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી, પૂર્વ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિતિના ચેરમેન નિલેશભાઈ કગથરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષના નેતા આશિષ જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતા, ઉપરાંત દિવંગત શૈલેષભાઇ પરમાર અને બક્ષી પરિવાર વતી ડો. કેયુર બક્ષી, આશિષ બક્ષી વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.