Gujarat

જામનગર શહેર ભાજપ કાર્યાલય દ્વારા વડા પ્રધાનના જન્મદિવસ નિમિત્તે નેત્ર, દંત, સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ યોજાશે

By GS TEAM
14 Sep 20251 min read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશ માં સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને જામનગર શહેર ભાજપ કાર્યાલય દ્વારા નેત્ર-દંત અને સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ તા. 18-9-25ના સવારે 9 થી 12 શહેર ભાજપ કાર્યાલય, ત્રિશાલી પાંઉભાજીની બાજુમાં, તળાવની પાળના ઢાળીયા પાસે, પંચેશ્વર ટાવર રોડ, જામનગરમાં યોજવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેર ભાજપ કાર્યાલય દ્વારા વડા પ્રધાનના જન્મદિવસ નિમિત્તે નેત્ર, દંત, સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ યોજાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશ માં  સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને જામનગર શહેર ભાજપ કાર્યાલય દ્વારા નેત્ર-દંત અને સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ તા. 18-9-25ના સવારે 9 થી 12 શહેર ભાજપ કાર્યાલય, ત્રિશાલી પાંઉભાજીની બાજુમાં, તળાવની પાળના ઢાળીયા પાસે, પંચેશ્વર ટાવર રોડ, જામનગરમાં યોજવામાં આવ્યો છે. 

જામનગર ભાજપ શહેર પ્રમુખ બિનાબેન કોઠારીના સહયોગ થી આયોજીત આ કેમ્પનું સંકલન વી.વી.ત્રિવેદી ચેરી ટ્રસ્ટ -જામનગરના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી કરશે.

મોતીયાના ઓપરેશન માટે દર્દીઓને રાજકોટની રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલમાં મોકલવામાં આવશે. જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવાની વ્યવસ્થા, દવા-ટીપાં-ચશ્મા નિઃશુલ્ક આપવામાં આવશે. આ કેમ્પમાં ડો. હિરાબેન જોષી તથા દાંતના નિષ્ણાત ડો.રશેશ ઓઝા, ડો.નિરાલી દવે ઓઝા સેવા આપશે.