Get The App

૫૬૦ કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ૧૧૨ કરોડની જીએસટી ચોરી પકડી પાડી

ગુજરાતભરમાં ત્રીજી ઓક્ટોબરથી પચ્ચીસથી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતાઃ ૫૬૦ કરોડનું બોગસ બિલિંગ પકડાયું

જામનગરનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડિયા સમગ્ર કૌભાંડનો માસ્ટર માઈન્ડ હોવાનું બહાર આવ્યું

Updated: Oct 9th, 2025

GS TEAM

Google News
Google News
૫૬૦ કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં  ૧૧૨ કરોડની જીએસટી ચોરી પકડી પાડી 1 - image

જીએસટીની ચોરી સરકારનો કેડો મૂકતી નથી


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર

ગુજરાતના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારીઓએ જામનગરમાંથી રૃા. ૫૬૦ કરોડની ૂબોગસ બિલિંગનું એક મોટું કૌભાંડ પકડી પાડીને રૃા. ૧૧૨ કરોડની જીએસટીની ચોરીનું પકડી લીધી છે. આ કોભાંડનો માસ્ટર માઈન્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢિ  ડયા છે. તેણે બોગસ બિલિંગની મોટું નેટવર્ક ઊભું કર્યું હતું. આગોતરી માહિતીને આધારે સ્ટેટ જીએસટીના અધિકારીઓએ ત્રીજી ઓક્ટોબરે રાજ્યના ૨૫ સ્થળે દરોડા પાડયા હતા. એસજીએસટીના અધિકારીઓએ બ્રહ્મ એસોસિયેટ્સ નામની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પેઢી પર પણ દરોડા પાડ્યા હતા. બોગસ બિલંગમાં પકડાયેલી પાર્ટીઓની રૃા. ૪૬૨ કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ અટકાવી દેવામાં આવી છે.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારીઓએ દરોડા પાડીને અત્યાર સુધીમાં કરેલી તપાસ પરથી જાણવા મળી રહ્યું છેકે ૧૪ જેટલા લોક બોગસ બિલ ઇશ્યૂ કરતા  હતા. તેની મદદથી બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ લેવામાં આવતી હતી. આ બિલમાં જે ગુડ્સ દેખાડવામાં આવતો હતો તેની ડિલીવરી પણ કરવામાં આવતી નહોતી. આ કૌભાંડમાં સંડોવેયાલી ઘણી કંપનીઓનું મેનેજમેન્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડિયાના હાથમાં હતું. જીએસટી કોમ્પ્લાયન્સ સર્વિસ માટે આ કંપની તેની સેવા લેતી હોવાનો દેખાવ ઊભો કરીને કંપનીનું મેનેજમેન્ટ અલ્કેશ કરતો હતો.

હવે આ જ અલ્કેશે સંકેત આપ્યો છે કે આ કૌભાંડમાં સંડોવાયેલી કંપનીઓ સામે તે વિશ્વાસભંગ કરવા બદલ અને છેતરપિંડી કરવા બદલ કેસ કરવા માગે છે. જોકે આ પેઢીઓ પર દરોડા પાડીને જીએસટી અધિકારીઓએ દસ્તાવેજી પુરાવાઓ, કોમ્પ્યુટર્સ, ડિજિટલ સ્ટોરેજ ડિવાઈસ જપ્ત કરી લીધી છે.તેમાં બોગસ બિલિંગને લગતા મહત્વના પુરાવાઓ મળી ગયા છે. તેમણે નાણાંકીય વહેવારને લગતા ડેટા સાથે પણ છેડછાડ કરી હોવાનું અધિકારીઓને જોવા મળ્યું છે.

અધિકારીઓની તપાસમાં જાણવા મળી રહ્યું છે કે આ કંપનીઓએ નાણાંકીય વહેવાર કરવા માટે એક કરતાં વધુ લેયર તૈયાર કરવામાં આવ્યા છે. બોગસ બિલના અને નાણાંકીય વહેવારોને લગતી વિગતો સાથે છેડછાડ કરી હોવાના પૂરતા પુરાવાઓ અધિકારીઓને મળી સૂચ્કાય છે. આ કેસમાં બીજી ઘણી પેઢીઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. 

સ્ટેટ જીએસટીના અધિકારીઓએ બોગસ ઇનપુટ ટેક્સના રૃા.૧ કરોડથી વધુની રકમ ધરાવતા ખાતાની પણ ચકાસણી કરી હતી.