જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે હિટ એન્ડ રનના બનાવવામાં એક યુવાનનું ટ્રક હેઠળ કચડાઈ જતાં કરુણ મૃત્યુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં હિટ એન્ડ રનનો વધુ એક બનાવ બન્યો છે, અને રસ્તો ઓળંગી રહેલા એક યુવાનને ટ્રક ચાલકે કચડી નાખતાં તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતો ભીખુભાઈ નરસિંહભાઈ ભોજાણી નામનો 40 વર્ષનો યુવાન ગઈકાલે ખીજડીયા બાયપાસ પાસે રસ્તો ઓળંગી રહ્યો હતો, જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા જી.જે.-3 બી.ડબ્લ્યુ.2891 નંબરના ટ્રકના ચાલકે તેને હડફેટમાં લઈ કચડી નાખતા ગંભીર ઇજા થઈ હતી, અને તેનું મૃત્યુ નીપજયું હતું.
આ બનાવા અંગેની મૃતકની બહેન લક્ષ્મીબેન પ્રવીણભાઈ ગોહિલે પોલીસને જાણ કરતા પંચકોશી એ. ડિવિઝનના પીએસઆઇ એ આર પરમાર બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.








