Gujarat

જામનગરમાં રીક્ષા ચાલક લોનના હપ્તા ચડી જતા આર્થિક સંકળામણના કારણે ઝેર પી લઇ આપઘાત

By GS TEAM
21 Nov 20251 min read
TukuTouch Logo
લોન ઉપર લીધેલી સીએનજી રીક્ષા ના હપ્તા ચડી જતાં ચૂકવી નહીં શકવાથી આર્થિક સંકળામણના કારણે જીવ દીધો

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં રીક્ષા ચાલક લોનના હપ્તા ચડી જતા આર્થિક સંકળામણના કારણે ઝેર પી લઇ આપઘાત

Jamnagar Suicide Case : જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારના ગાગાવા ધાર પાસે રહેતા અને રીક્ષા ચલાવતા ખીમાભાઈ હીરાભાઈ સંજોટ નામના 50 વર્ષના રિક્ષા ચાલકે ગત 2-11-2025 ના દિવસે પોતાના ઘેર ઝેરી દવા પી લઇ આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, ત્યાં સારવાર દરમિયાન ગઈકાલે તેનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ રામાભાઈ હીરાભાઈ સંજોટે પોલીસને જાણ કરતાં મેઘપરના પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.એચ.નોઈડા જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

 મૃતકે લોન ઉપર સીએનજી રીક્ષા લીધી હતી, જેના હપ્તા ચડી ગયા હતા, અને ચુકવી નહીં શકતાં તેની ચિંતામાં આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.