Get The App

જામનગર સહિતના અલગ-અલગ જિલ્લામાં ઘરફોડ ચોરી કરતી ઘાટવડ ગેંગને ઝડપી પાડતી જામજોધપુર પોલીસ

Updated: Oct 25th, 2025

GS TEAM

Google News
Google News
જામનગર સહિતના અલગ-અલગ જિલ્લામાં ઘરફોડ ચોરી કરતી ઘાટવડ ગેંગને ઝડપી પાડતી જામજોધપુર પોલીસ 1 - image


જામજોધપુર પંથકના  મોટી ગોપ ગામની સીમ વિસ્તારમાં તાજેતરમાં  ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. જામજોધપુર પોલીસે આ ઘરફોડ  ચોરીના ગુનાનો ભેદ ઉકેલ નાખ્યો છે. અને ચાર આરોપીને રૂ. 6,96,940ની કિમતના ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.  આ ગેંગે અનેક જિલ્લાઓમાં ગુનાઓ આચાર્ય હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે.

જામજોધપુરનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે  ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ઘરફોડ ચોરી ના  ગુન્હા મા  ચોરી કરેલ સોનુ વેચવા માટે આરોપી જામજોધપુર માં આવ્યા  છે .અને હાલ જામજોધપુર ગાંધી ચોક વિસ્તારની આસપાસ સોનીના વેપારી ઓને સોનું વેચવા અંગે પુછપરછ કરે છે.

જે બાતમીના  આધારે ચાર આરોપીઓને ચોરીમાં ગયેલ ઘરેણા સાથે જામજોધપુર ગાંધી ચોકથી આગળ આવેલ જવેલર્સની દુકાન નજીકથી  પો.સબ.ઇન્સ એચ.બી.વડાવીયા અને સ્ટાફે ઝડપી લીધા હતા અને  ચોરીમાં ગયેલ સોનાના દાગીના રૂ. 3,17,940નો મુદામાલ કબ્જે કર્યો હતો .

વધુમાં ઉંડાણપુર્વક તપાસ કરતા પકડાયેલ ચારેય આરોપીઓ તથા તેની સાથેના અન્ય આરોપીઓએ સાથે મળીને આણંદ, મોરબી, બોટાદ, જુનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર,ગીર સોમનાથ જીલ્લાઓમાં અલગ અલગ ચોરી, ઘરફોડ ચોરી તથા દારૂ અંગેના  ગુન્હા ઓ આચરેલ હોવાનું જણાય આવેલ છે.

જે આરોપીઓ પૈકી હિતેશ દીલીપભાઇ ચૌહાણ તથા આતિષ ઉર્ફે વિશાલ બહાદુરભાઇ ઉર્ફે બદરુ રાઠોડ એ આ સિવાય પણ રાણાવાવ વિસ્તાર માં ઘરફોડ ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી . અને સોનાના દાગીના જામજોધપુર પો.સ્ટેની હદમાં આવેલ પાટણ ગોલાઇ પાછળ અવાવરૂ જગ્યા ના ઝાડી જાંખરા માં ખાડો કરી સંતાડી રાખેલ છે. તેવી કબુલાત આપતા  તપાસ કરતા રાણાવાવ પો.સ્ટે માં નોંધાયેલ ગુન્હો શોધી કાઢવામા આવ્યો હતો.અને રાણાવાવ ના ગુન્હા મા તમામ મુદામાલ સોનાના દાગીના કુલ.કી.રૂ.3,78,700નો મુદામાલ કબ્જે કરવામા આવ્યો હતો. આમ ચારેય આરોપી ઓ પાસેથી બંને ચોરી ન બનાવમાં કુલ   સોનાના દાગીનાની કુલ કી.રૂ.6,96,940નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

આરોપીઓ અલગ અલગ ગામોમા ફરી ભીક્ષાવૃતિ કરી ગામોમા રેકી કરી બંધ મકાન નજરે પડે તો નાની મોટી ચીજ વસ્તુ તથા રોકડ રકમની ચોરી કરી તથા મોટે ભાગે રેલવેના પાટા તથા રેલવે સ્ટેશનની આજુબાજુના વિસ્તારમાં ઝુપડા બાંધી રહેણાંક કરી અને આજુબાજુના ગામોમા જઇ દીવસ તેમજ રાત્રીના કોઇપણ સમયે બંધ મકાનો હોય તો આજુબાજુ ચાવી ની તપાસ કરી સરળતાથી ચાવી મળી જાય તો ખોલી મકાનની અંદર જઈ અને જો ચાવી ના મળે તો મકાનની બહારથી ફળીયામાંથી કોઇ નાની મોટી કિંમતી ચીજ વસ્તુ કે રોકડા ચોરી કરી વેચી દેવાની ટેવ ધરાવે છે.

જામજોધપુર પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં   હિતેશ દીલીપભાઇ ચૌહાણ  (ઉ.વ.25  રહે ઘાટવડ ગામ ખોડીયાર માતાજીના મંદિર પાસે, રેલવે સ્ટેશન રોડ તા: કોડીનાર જી ગીર સોમનાથ હાલ રહેઃ-રાણાવાવ રેલ્વે સ્ટેશન સામે ઝુપડપટ્ટી તા.રાણાવાવ જી. પોરબંદર) , આતિષ ઉર્ફે વિશાલ બહાદુરભાઇ ઉર્ફે બદરુ રાઠોડ ( ઉ.વ.28 , રહે .ઘાટવડ ગામ ખોડીયાર માતાજીના મંદિર પાસે, રેલ્વે સ્ટેશન રોડ તા: કોડીનાર જી ગીર સોમનાથ હાલ રહે:- રાણાવાવ રેલ્વે સ્ટેશન સામે ઝુપડપટ્ટી તા:રાણાવાવ જી. પોરબંદર) , બહાદુર ઉર્ફે બદરૂ  છોટુભાઇ રાઠોડ (  ઉ.વ.૪૯ , રહે ,ઘાટવડ ગામ ખોડીયાર માતાજીના મંદિર પાસે, રેલ્વે સ્ટેશન રોડ તા: કોડીનાર જી ગીર સોમનાથ હાલ રહેઃ- રાણાવાવ રેલ્વે સ્ટેશન સામે ઝુપડપટ્ટી તા:રાણાવાવ જી.પોરબંદર) અને  કવરસિંહ ઉર્ફે કડકસિંહ નવલસિંહ રાઠોડ  (  ઉ.વ.20  મૂળ રહે -ઘાટવડ ગામ ખોડીયાર માતાજીના મંદિર પાસે, રેલવે સ્ટેશન રોડ તા. કોડીનાર જી ગીર સોમનાથ હાલ રહે. રાણાવાવ રેલવે સ્ટેશન સામે ઝુપડપટ્ટી તા :રાણાવાવ જી.પોરબંદર)નો સમાવેશ થાય છે.

આ તમામ આરોપીઓ મોટો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

જેમાં આરોપી  હિતેશ દીલીપભાઇ ચૌહાણ સામે આણંદ માં પંથકમાં 11 , જુનાગઢ જીલ્લો માળીયા હાટીના , બોટાદ જીલ્લો ગડા પો.સ્ટે. , ભાવનગર જીલ્લો ઉમરાળા પો.સ. અમરેલી જીલ્લ ના  લાઠી પો.સ્ટે. માં એક - એક મળી કુલ 15 ગુના નોંધાયા છે. જ્યારે આરોપી  આતિષ ઉર્ફે વિશાલ બહાદુરભાઇ ઉર્ફે બદર રાઠોડ સામે જુનાગઢ, વિસાવદર  વંથલી ( જૂનાગઢ ) ,  માણવદર 

ગોંડલ ,  ગઢડા( બોટાદ ) પાલીતાણા ચોરવાડ ,  ઉના પો લાઠી ( અમરેલી ) પંથક ના 15 ગુના , આરોપી  બહાદુર ઉર્ફે બદરૂ છોટુભાઇ રાઠોડ  મોરબી અને ગોંડલ માં તથા ચોથા આરોપી  કવરસિંહ ઉર્ફે કડકસિંહ  નવલસિંહ રાઠોડ સામે  કાલાવડ  ગોંડલ , વિસાવદર જુનાગઢ  પંથકમાં ગુના નોંધાઈ ચૂક્યા છે.

આ કાર્યવાહી જામજોધપુર ના પોલીસ ઇન્સપેકટર એ.એસ.રબારી તથા પો.સબ.ઇન્સ એચ.બી.વડાવીયા તથા સ્ટાફે કરી હતી.

Tags :