Get The App

જામજોધપુર માર્કેટિંગ યાર્ડના વેપારીનો રહસ્યમય સંજોગોમાં ઝેરી દવા પી લઇ આપઘાત : વેપારી આલમમાં ભારે ચકચાર

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
જામજોધપુર માર્કેટિંગ યાર્ડના વેપારીનો રહસ્યમય સંજોગોમાં ઝેરી દવા પી લઇ આપઘાત : વેપારી આલમમાં ભારે ચકચાર 1 - image

જામનગર જિલ્લાના જામજોધપુર ટાઉનમાં ખરાવાડ નજીક પંચવટી નગરમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરતા પરેશ મગનભાઈ બકોરી નામના 52 વર્ષના પટેલ વેપારીએ ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેઓનું મૃત્યુ નિપજ્યું છે.

આ બનાવને લઈને વેપારીના પરિવારમાં ભારે સોંપો પડી ગયો છે, તેમજ વેપારી આલમમાં પણ ભારે ચકચાર જાગી છે. તેઓએ ક્યાં સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું તે જાણી શકાયું નથી. આ મામલામાં પ્રફુલાબેન દીપકભાઈ કનેરિયાએ પોલીસને જાણ કરતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.આર. જાડેજાએ મૃતદેહનો કબજો સંભાળ્યો છે અને સમગ્ર બનાવના મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.