Gujarat

જામનગર પાલિકાની બેઠકમાં જેલવાસ ભોગવતા કોર્પોરેટરોની એન્ટ્રી, ગુજસીટોક હેઠળ સજા ભોગવી રહ્યા છે

By GS TEAM
26 May 20262 mins read
TukuTouch Logo
જામનગર મહા નગરપાલિકા (JMC)ની આજે (16મી મે) યોજાયેલી પહેલી જ બેઠક ભારે હલચલ અને રાજકીય ગરમાવા વચ્ચે સંપન્ન થઈ છે. આ બેઠક પર ચર્ચાનો વિષય કોઈ રાજકીય ખેંચતાણ નહીં, પરંતુ ગુજસીટોક (GUJCITOC) જેવા ગંભીર પ્રકરણમાં જેલવાસ ભોગવી રહેલા બે નવનિયુક્ત કોર્પોરેટરોની હાજરી રહી હતી. કોર્ટની મંજૂરી બાદ આ બંને સભ્યોને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મહા નગરપાલિકાના સભાખંડમાં લાવવામાં આવ્યા હતા, જેને પગલે કોર્પોરેશન ભવન છાવણીમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર પાલિકાની બેઠકમાં જેલવાસ ભોગવતા કોર્પોરેટરોની એન્ટ્રી, ગુજસીટોક હેઠળ સજા ભોગવી રહ્યા છે

Jamnagar Municipal Corporation: જામનગર મહા નગરપાલિકા (JMC)ની આજે (16મી મે) યોજાયેલી પહેલી જ બેઠક ભારે હલચલ અને રાજકીય ગરમાવા વચ્ચે સંપન્ન થઈ છે. આ બેઠક પર ચર્ચાનો વિષય કોઈ રાજકીય ખેંચતાણ નહીં, પરંતુ ગુજસીટોક (GUJCITOC) જેવા ગંભીર પ્રકરણમાં જેલવાસ ભોગવી રહેલા બે નવનિયુક્ત કોર્પોરેટરોની હાજરી રહી હતી. કોર્ટની મંજૂરી બાદ આ બંને સભ્યોને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મહા નગરપાલિકાના સભાખંડમાં લાવવામાં આવ્યા હતા, જેને પગલે કોર્પોરેશન ભવન છાવણીમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

કોંગ્રેસ અને 'આપ'ના કોર્પોરેટરો જેલમાંથી આવ્યા બોર્ડમાં

મળતી માહિતી અનુસાર, જામનગર મહા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વિજેતા બનેલા બે વિપક્ષી સભ્યો હાલ જેલમાં બંધ છે. જેમાં વોર્ડ નંબર 12થી ચૂંટાયેલા કોંગ્રેસના કોર્પોરેટર અલ્તાફ ખફી અને આમ આદમી પાર્ટી (AAP)ના કોર્પોરેટર અસલમ ખીલજી જેલવાસ ભોગવી રહ્યા છે. આ બંને કોર્પોરેટર સામે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (ગુજસીટોક) હેઠળ ગંભીર ગુનાઈત પ્રકરણ ચાલી રહ્યું હોવાથી તેઓ લાંબા સમયથી જેલવાસ ભોગવી રહ્યા છે. 

વકીલોની કાનૂની લડત અને અદાલતની વિશેષ મંજૂરી

મહા નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા હોવાથી અને કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે હાજર રહેવું અનિવાર્ય હોઈ, બંને કોર્પોરેટરના વકીલો દ્વારા વિશેષ કોર્ટ સમક્ષ એક ખાસ અરજી કરાઈ હતી. કાનૂની દલીલો સાંભળ્યા બાદ, અદાલતે માનવતા અને બંધારણીય હકોને ધ્યાને રાખીને આ અરજી ગ્રાહ્ય રાખી હતી. કોર્ટે આદેશ કર્યો હતો કે કડક સુરક્ષા વ્યવસ્થા સાથે બંને લોકપ્રતિનિધિઓને સામાન્ય સભાની બેઠકમાં ભાગ લેવા દેવામાં આવે.

ચુસ્ત પોલીસ પહેરા વચ્ચે સામાન્ય સભામાં હાજરી

કોર્ટના આદેશના પગલે આજે (26મી મે) બપોરે જામનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓની આગેવાની હેઠળ એક મોટો કાફલો જેલ પહોંચ્યો હતો. ત્યાંથી બંને કોર્પોરેટરોને પોલીસ વાનમાં ચુસ્ત સશસ્ત્ર બંદોબસ્ત વચ્ચે મહા નગરપાલિકા ભવન લાવવામાં આવ્યા હતા. ગૃહની કાર્યવાહીમાં પણ સભાખંડની અંદર અને બહાર પોલીસનો લોખંડી પહેરો ગોઠવાયેલો રહ્યો હતો. બંને  કોર્પોરેટરોની આ અણધારી હાજરીને કારણે ગૃહની અંદર સભ્યો અને બહાર રાજકીય તેમજ કાનૂની વર્તુળોમાં ભારે કૂતુહલ અને ગણગણાટ જોવા મળ્યો હતો, જે સમગ્ર જામનગર શહેરમાં ભારે ટોક-ઓફ-ધ-ટાઉન બન્યો છે.