વડોદરા,ભરૃચના બિઝનેસમેનનું અપહરણ કરી સાડા ચાર લાખ પડાવી લેવાના ગુનામાં પકડાયેલા જેલ કર્મચારીને કસ્ટડીમાં ૪૮ કલાક ઉપરાંતનો સમય થઇ જતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
ભરૃચ શેરપુરા રોડ પર મદીના પાર્ક સોસાયટીમાં રહેતો ૩૦ વર્ષનો અફાન ઉસ્માનભાઇ કાની ઓન લાઇન ટ્રેડિંગનો બિઝનેસ કરે છે. ત ૧૨ મી તારીખે બપોરે અફાન અને તેની ગર્લફ્રેન્ડ એમ.એસ.યુનિવર્સિટીથી ભરૃચ જતા હતા.તે દરમિયાન એસ.ઓ.જી. અમદાવાદના પોલીસના માણસોની ઓળખ આપી આરોપીઓએ અપહરણ કરી એ સાડા ચાર લાખ પડાવી લીધા હતા. આ કેસમાં પોલીસે જેલ કર્મચારી યાજ્ઞિાક રમણભાઇ ચાવડા (રહે. જેલ સ્ટાફ ક્વાટર્સ, સેન્ટ્રલ જેલ, વડોદરા,મૂળ રહે.જી.એચ.બી. કોલોની અસારવા, અમદાવાદ) તથા આફતાબ નઇમખાન પઠાણ, ઉં.વ.૨૬ (રહે. બરકર એપાર્ટમેન્ટની પાછળ, તાંદલજા) ને ઝડપી પાડી રિમાન્ડ લીધા છે. યાજ્ઞિાક ચાવડાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. યાજ્ઞિાક જાન્યુઆરી ૨૦૧૪ માં ભરતી થયો હતો. જ્યારે વડોદરા જેલમાં જાન્યુઆરી ૨૦૨૩થી ફરજ પર હતો.


