Get The App

ગુજરાત ભાજપના પ્રમુખ પદે જગદીશ પંચાલ નક્કી! મંત્રી પદેથી રાજીનામું આપે તેવી શક્યતા

Updated: Oct 4th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાત ભાજપના પ્રમુખ પદે જગદીશ પંચાલ નક્કી! મંત્રી પદેથી રાજીનામું આપે તેવી શક્યતા 1 - image

Gujarat Jagdish Panchal : ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખપદે ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલની વરણી લગભગ નિશ્ચિત બની છે.  શુક્રવારે કમલમમાં બપોરે  વિજય મુહૂર્તમાં 10 ટેકેદારો સાથે જગદીશ પંચાલે ફોર્મ ભર્યું હતું. સર્વાનુમતે એક જ ફોર્મ ભરાતા જગદીશ પંચાલનું પ્રદેશ પ્રમુખ પદ ફાઈનલ થયું હતું. શનિવારે બપોરે કેન્દ્રીય નિરીક્ષકોની ઉપસ્થિતિમાં પ્રદેશ પ્રમુખ નામની સત્તાવાર ઘોષણા કરવામાં આવશે.

પ્રદેશ પ્રમુખની ચૂંટણીના પગલે સવારથી જ કમલમમાં નેતાઓ અને કાર્યકર્તાઓનો જમાવડો થયો હતો. બપોરે જગદીશ પંચાલ કમલમમાં આવી પહોંચ્યા હતા ત્યારે પ્રદેશ નેતાઓને કાર્યકરો તેમને ઘેરી વળ્યા હતા. તેઓએ ભાજપ પ્રદેશ પ્રમુખ પદ માટે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. ચૂંટણી અધિકારી ઉદય કાનકડેને ઉમેદવારી પત્ર સોપ્યું હતું. 

જોકે,અન્ય કોઈ નેતાએ ઉમેદવારી નોંધાવી ન હતી પરિણામે પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલની બિનહરીફ વરણી થઈ હતી. હજુ તો ફોર્મ ભર્યું ત્યાં તો ખુદ ચૂંટણી અધિકારી અને ભાજપના પ્રદેશના વરિ નેતાઓ, કાર્યકરો અને સમર્થકોએ તેમને અભિનંદન પાઠવવાનું શરૂ કરી દીધું હતું. ટૂંકમાં, ચૂંટણી માત્રને માત્ર ઔપચારિકતા બની રહી હતી. આવતીકાલે બપોરે કેન્દ્રીય નિરીક્ષકોની ઉપસ્થિતિમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલના નામની સત્તાવાર ઘોષણા કરવામાં આવશે. આવતીકાલે તેઓ પ્રમુખપદ ગ્રહણ કરે તેવી પણ શક્યતા છે. 

આ વખતે ભાજપ હાઈકમાન્ડે ગુજરાત ભાજપનું સુકાન ઓબીસી નેતા ને સોપ્યું છે. જગદીશ પંચાલ ઓબીસી સમાજમાંથી આવે છે. સાથે તેમને સંગઠનનો બહોળો અનુભવ પણ છે. અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે કામગીરી સુપેરે નિભાવી છે. રાજ્યકક્ષાના મંત્રી તરીકે પણ તેમની કામગીરી નોંધપાત્ર રહી છે ત્યારે આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી હાઈ કમાન્ડે જગદીશ પંચાલની પસંદગી કરી છે.

મહત્વની વાત એ છે કે જુના જોગીઓ અને બદલે હાઈ કમાન્ડે યુવા નેતાને ગુજરાત ભાજપ ના સુકાની બનાવ્યા છે. 

આ ઉપરાંત મહત્વની વાત એ છે કે જગદીશ પંચાલ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના અતિ વિશ્વાસુ મનાય છે. 

જોકે, હાલ ગુજરાતમાં  ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમા એ પહોંચ્યો છે ત્યારે નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકથી આ વિખવાદ શમી જશે.

જગદીશ પંચાલ મંત્રી પદેથી રાજીનામું આપશે....

શનિવારે ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલના નામની સત્તાવાર જાહેરાત થશે.એક વ્યક્તિ, એક હોદ્દો એ ભાજપનું નિયમ રહ્યો છે આ જોતાં જગદીશ પંચાલ મંત્રી પદેથી રાજીનામું આપે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અલબત્ત આ નિયમ સી.આર. પાટીલ માટે અપવાદ હતો. તેઓ પ્રદેશ પ્રમુખ હોવા ઉપરાંત કેન્દ્રમાં મંત્રી પણ હતા. એક તરફ દિવાળી પહેલા મંત્રી મંડળના વિતરણની અપાય જોર પકડયું છે ત્યારે  હાલ પૂરતું રાજ્યકક્ષાના મંત્રી પદનો હવાલોઆ હવાલો કોને સોંપાશે તે હજુ નક્કી છે.