Get The App

ઇસનપુરમાં ત્રણ લાખની માંગણી કરીને મહિલાને કાઢી મૂકી

પુત્રને આંતરડાનું ઓપરેશન કરાવ્યું પતિ દવાખાને ગયો નહી અને ખર્ચો પણ આપ્યો નહી

ઓપરેશન બાદ દિકરો સાથે આવી તો ઘરમાં ઘૂસવા ના દીધી

Updated: Apr 12th, 2025

GS TEAM


Google News
Google News
ઇસનપુરમાં ત્રણ લાખની માંગણી કરીને મહિલાને કાઢી મૂકી 1 - image

અમદાવાદ,શનિવાર

ઇસનપુરમાં દહેજના દૂષણના કારણે લગ્નના દસ વર્ષ પછી મહિલાનો જીવન સંસાર પડી ભાંગવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ત્રણ લાખની માંગણી કરીને મહિલા સાથે મારઝૂડ કરીને કાઢી મૂકી હતી. એટલું જ નહી પુત્રને આંતરડાનું ઓપરેશન કરાવ્યું છતાં પતિ દવાખાને ગયો નહી અને દવાનો ખર્ચો પણ આપ્યો નહી  દિકરાને લઇને આવી તો પણ ઘરમાં  ઘૂસવા ના દીધી અને હવે પરત આવીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપીને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે પતિ સહિત પરિવારના ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઓપરેશન બાદ દિકરો સાથે આવી તો ઘરમાં ઘૂસવા ના દીધી ફરીથી પરત આવીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી ઃ ઇસનપુર પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધ્યો

લાંભા ખાતે રહેતી મહિલાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ઇસનપુરમાં રહેતા પતિ સહિત પરિવારના ચાર લોકો સામે  ફરિયાદ નોંધાવી છે કે મહિલાના લગ્ન વર્ષ ૨૦૧૫માં  સાથે થયા હતા. લગ્ન બાદ મહિલા સંયુક્ત પરિવારમાં રહેવા આવી હતી. લગ્નના ચાર વર્ષ બાદ પતિ સહિત સાસરિયાઓએ નાની-નાની બાબતોમાં ત્રાસ આપવાનુ શરુ કર્યું હતું અને અવાર નવાર ગાળો બોલીને તકરાર કરીને મારઝુડ કરતા હતા. પતિને કહેતા તે તેમનું ઉપરાણંુ લઇને મારતા હતો. 

 પતિએ જો તારે મારી સાથે રહેવું હોય તો તારા પિતા પાસેથી  રૃા. ૩ લાખ લઇ આવજે નહી તો તારા પિતાના ઘરે રહેજે કહીને દહેજની માંગણી કરીને ઘરમાંથી કાઢી મૂકી હતી. મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ૨ સાસરીમાં રહેવા ગઇ હતી. થોડા સમય બાદ ફરીથી સાસરિયાઓએ તેની સાથે તકરાર કરીને બાળક સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી જો કે ઘરની બહાર બેસી રહી તેમ છતાં ઘરમાં ઘૂસવા દીધી ન હતી એટલું જ નહીં પુત્રને આંતરડાનું ઓપરેશન કરાવ્યું તેમ છતાં પતિ દવાખાનામાં આવ્યો નહી અને દવાખાનાનો ખર્ચો પણ આપ્યો નહી તેના થોડા મહિના પછી પુત્ર સાથે સાસરીમાં ગઇ તે સમયે પણ સાસરીયાઓએ તેને ઘરમાં ઘૂસવા દીધી ન હતી અને હવે પરત આવીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપીને ઘરમાંથી કાઢી મૂકી હતી

Tags :