Gujarat

આસારામનો સાધક એક કરોડની બિન હિસાબી રોકડ સાથે ઝડપાયો

By GS TEAM
17 Oct 20251 min read
આસારામનો સાધક એક કરોડની બિન હિસાબી રોકડ સાથે ઝડપાયો

અમદાવાદ, શુક્રવાર

એક્સપ્રેસ હાઇવે ઉપરથી ટ્રાવેલ્સમાં આવતા આસારામના સાધકને રામોલ પોલીસે એક કરોડ રૃપિયાની રોકડ સાથે પકડી પાડયો હતો. પોલીસે પુરાવા માંગતા તે રજુ કરી શક્યો ન હતો અને  બિન હિસાબી રોકડ તે મોટેરા આસારામ આશ્રમમાં લઇ જતો હતો. રામોલ પોલીસે તેની સામે ગુનો નોંધીને ઇન્કમટેક્ષને જાણ કરી હતી.

ઔરંગાબાદથી રોકડ લઇને મોટેરા આશ્રમમાં જતો હતો પુરાવા ન મળતા ઇન્કમટેક્ષને જાણ કરી

રામોલ  પોલીસ આજે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર સીટીએમ પાસે વાહન ચેકીંગ કરી હતી આ સમયે ખાનગી ટ્રાવેલ્સમાંથી ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં મોટેરા આસારામ આશ્રમમાં રહેતા સમશેરબહાદુરને એક લાખની રોકડા સાથે પકડી પાડયો હતો. 

પોલીસ પૂછપરછમાં ઔરંગાબાદથી પુસ્તકના વેચાણના રૃપિયા હતા અને મોટેરા આસારામ આશ્રમમાં લઇ જતો હોવાનું કહી રહ્યો હતો.  જો કે તેની પાસે પુરાવા માંગતા તે રજુ કરી શક્યો ન હતો. જેને લઇને બિન હિસાબી રોકડ બદલ રામોલ પોલીસે તેની સામે રૃપિયા બી.એન.એસ.એસ કલમ ૧૦૬ મુજબ ગુનો નોંધીને રોકડ રૃપિયા એક કરોડ કબજે કરીને ઇન્કમટેક્ષ વિભાને જાણ કરી હતી.