Gujarat

કિન્નર સાથે ડાન્સપાર્ટીમાં શારિરીક અડપલાં કરી બિભત્સ ચેનચાળા કર્યા

By GS TEAM
6 Oct 20251 min read
કિન્નર સાથે ડાન્સપાર્ટીમાં શારિરીક અડપલાં કરી બિભત્સ ચેનચાળા કર્યા

અમદાવાદ,સોમવાર

કુબેરનગરમાં યુવકે પોતાના જન્મ દિવસે જાહેરમાં ડાન્સપાર્ટી રાખી હતી જેમાં મુંબઇથી કિન્નર બોલાવીને જાહેરમાં ડાન્સ પાર્ટીમાં આયોજન કરાયું હતું.  એટલું જ નહી જાહેરમાં બિભત્સ ચેનચાળા તથા અડપલા કરતો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ કર્યો હતો, જે વિડીયો આધારે સરદારનગર પોલીસે ઇન્સ્ટ્રાગામ આઇડી ધારક સામે ગુનો નોધીને એકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

કુબેરનગરમાં જાહેરમાં ડાન્સ સાથે ચેનચાળા કરતો વિડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી ઃ સરદારનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી

 ગત તા. ૧૮-૦૯-૨૫ના રોજ ઇસ્ટ્રાગામ ઉપર એક વિડિયો વાયરલ થયો હતો જેમાં કુબેરનગરમાં કેટલાક યુવકો અને યુવતી ભેગા થઇને જાહેરમાં ડાન્સપાર્ટી કરીને બિભત્સ ચેનચાળા અને અડપલાં કરતા હતા. જેને લઇને પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોધ્યો હતો. પોલીસે તપાસ કરતા યુવતી સાથે ડાન્સ કરીને બિભત્સ ચેનચાળા કરતો શખ્સ કુબેરનગરમાં રહેતો  હોવાનું બહાર આવ્યું હતું  જેમાં તેનો જન્મ દિવસ હોવાથી ડાન્સપાર્ટીનું આયોજન કર્યુ હતુ. જો કે તેના પરિચીત કિન્નર હોવાથી મુંબઇથી તેના ઓળખીતા કિન્નરને બોલાવીને જાહેરમાં ડાન્સ કરતા હતા.