આરટીઓ મેમોની લિંક ખોલતા મોબાઇલ હેક, ખાતામાંથી રૃા.૧.૪૨ લાખ ઉપડી ગયા
સાયબર ગઠિયા દિવસને દિવસે નવી નવી યુક્તિ અપવીને લોકોને છેતરે છે
કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ,શનિવાર
કૃષ્ણનગરમાં રહેતા યુવકના મિત્રના મોબાઇલમાં આરીઓ ચલણની ફાઇલ આવી હતી તેના મોબાઇલમાં ડાઉનલોડ ના થતાં યુવકે પોતાના મોબાલમાં લિંક ખોલી હતી.જો કે ફાઇલ ઓપન થતાંની સાથે જ મોબાઇલ હેક થઇ ગયો હતો યુવકે મોબાઇલ સ્વીચ ઓફ કરીને ફરીથી મોબાઇલ સ્ટાર્ટ કરતાંની સાથે જ ગણતરીની મીનીટોમાં બેન્ક ખાતામાંથી રૃા.૧.૪૨ લાખ ઉપડી ગયા હતા. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મિત્રના ફોનમાં આરટીઓ ચણલની એપીકે નામની ફાઇલના ખૂલતા યુવકે પોતાના મોબાઇલમાં ખોલી તો કોલ ફોરવિંડ થવા લાગ્યા ફોન બંધ કરીને ચાલું કરતા ખાતું ખાલી
કૃષ્ણનગર રહેતા યુવકે અજાણ્યા શખ્સ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૫ ઓગસ્ટે રાતેે યુવક તેમના મિત્રના ઘરે હાજર હતો. ત્યારે મિત્રના મોબાઇલ ઉપર વોટ્સએપ એપ્લીકેશનમાં એક અજાણ્યા નંબરથી આરટીઓ ચલણની એપીકે ફાઇલ આવી હતી. જેથી તેણે ફાઇલ મોબાઇલ ફોનમાં ખોલવા પ્રયાસ કરતાં કરતા ખુલી ન હતી.
જેથી મિત્રએ ફરિયાદીને કહ્યુ કે હું તાર ફોનમાં મોકલું તું ખોલવાનો પ્રયત્ન કરં કહેતા જેથી મિત્રએ તે મેસેજ યુવકને મોકલી આપ્યો હતો. એપીકે ફાઇલ ખોલતા જ તેમાં આરટીઓનું ચલણ હશે તેમ જણાયું હતું લિંક ખોલતાની સાથે જ ફોન હેક થઇ ગયો હતો અને કોલ ફોરવડિંગ થવા લાગ્યા હતા. જેથી મોબાઇલનું ઇન્ટરનેટ બંધ કર્યું હતું. આ દરમિયાન તેમના ક્રેડિટ કાર્ડમાંથી ટુકડે ટુકડે કુલ રૃા.૧,૪૨, ૪૩૦ ઉપડી ગયા હતા.