વેપારીના એક્ટિવાની ડેકી તોડીને અંદરથી રૃા. ૪ લાખ ચોરી લીધા
પૂર્વમાં લૂંટારુ અને તસ્કરો ટોળકીનો તરખાટ વધી રહ્યો છે
અમદાવાદ, શનિવાર
પૂર્વ વિસ્તારમાં ચોર અને લૂટારુ ટોળકીનો આતંક વધી રહ્યો છે. સૈજપુર બોધામાં ધોળા દિવસે વેપારીના વાહનની ડેરી તોડીને તેમાંથી રોકડા રૃા.૪ લાખની ચોરી થઇ હતી. આ બનવા અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
આંગડિયા પેઢીમાં લાવીને ડેકીમાં મૂકેલા હતા, સૈજપુરમાં પાર્ક કરેલા વાહનમાંથી ચોરી થતાં કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી
સેટેલાઇટ વિસ્તારમાં રહેતા યુવકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૫ના રોજ તેઓ દુકાને હાજર હતા ત્યારે તેમના ભાઇની તબિયત સારી ન હોવાથી તેમને બાપુનગર આંગડિયામાં રૃપિયા લેવા મોકતાં તેઓ રૃા. ૪ લાખ રોકડ લઇને આવ્યા હતા.
આ રૃપિયા એક્ટિવાની ડેકીમાં મૂકીને સૈજપુર બોધા ખાતે ફોજદારની ચાલીમાં આવેલા એક દુકાનમાં ગયા હતા. થોડીવારમાં બહાર આવીને જોતો એક્ટિવાની ડેકી તોડીને કોઇક વ્યક્તિ તેમાંથી રોકડા રોકડા રૃા.૪ લાખની ચોરી કરીને લઇને જતી રહી હતી. આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.