મારી માતા છે ઘરે લઇ જવાનું કહ્યું તપાસમાં રાજસ્થાનના યુવકને કાઢી મૂક્યો હતો
ગુમનું નાટક રચી જુદા જુદા રાજ્યમાં ખોટું નામ આપી ઘરે ત્રણ મહિના રહેતો
રાજસ્થાન પોલીસના ફોનથી તગેડી મૂક્યાનો ભાંડો ફૂટયો
અમદાવાદ,મંગળવાર
કાલુપુર પોલીસ સ્ટેશનમાં આવીને એક યુવકે પોતે ૨૫ વર્ષથી ગુમ થયો હોવાની વાત કરી હતી. અને સરનામું તથા માતા-પિતાનું નામ ખબર ન હોવાની વાત કરી હતી. એક ટ્રક ચાલક તેેને હરિયાણા લઇ ગયો હતો અને પશુઓના તબેલામાં કામ કરાવતા હોવાની વાર્તા કરી હતી. જો કે પોલીસે પરિવાર સાથે મિલન કરાવવા માટે યુવકનો ફોટા અને વિડિયો બનાવીને સોશિયલ મિડિયા મારફતે વાયરલ કર્યો હતો જ્યાં હાલમાં સુરત રહેતા અને અગાઉ રાણીપમાં રહેતી મહિલા આવી હતી તેનો પુત્ર ૨૫ વર્ષ પહેલા ગુમ થયાની વાત કરી હતી બીજીતરફ યુવકે તમે મારી માતા છો કહીને ઘરે લઇ જવાની વાત કરતો હતો. દરમિયાન રાજસ્થાનથી ફોન દ્વારા જાણવા મળ્યું હતુ કે યુવકને ઘરેથી કાઢી મૂકેલો છે. આ બનાવ અંગે કાલુપુર પોલીસે ખોટુ નામ ધારણ કરીને ઓળખના બોગસ પુરાવા રજુ કરવા બદલ તેની સામે ઠગાઇનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કાલુપુર પોલીસે સોશિયાલ મિડીયાથી વિડિયો વાયરલ કરી અમદાવાદમાં ફેરવ્યો ઃ રાજસ્થાન પોલીસના ફોનથી તગેડી મૂક્યાનો ભાંડો ફૂટયો
કાલુપુર પોલીસ સ્ટેસનના પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.વાઘેલા પોતાના પોલીસ સ્ટેશનમાં રાજસ્થાનના ગંગાનગરના વતની ઇન્દ્રરાજ ચુનીલાલ મેઘવાલ સામે ફરિયાદ નોંધાવી છે કે આ યુવક તા. ૧૯ના રોજ સવારે પોલીસ સ્ટેશને આવ્યો હતો અને પોતાનું નામ રાજુ હોવાની વાત કરીને ૨૫ વર્ષ પહેલા એક ટ્રક ચાલક તેેને હરિયાણા લઇ ગયો હતો અને પશુઓના તબેલામાં કામ કરાવતા હોવાની વાર્તા કરી હતી અને તે ત્યાંથી વિખુટો પડીને ટ્રેનમાં બેસીને અમદાવાદ આવ્યો હોવાની વાત કરી હતી.
પોલીસે પણ વર્ષો પહેલા ગુમ થયેલો હોવાની વાત માનીને તેને તેના પરિવાર સાથે મિલન કરાવવા માટે યુવકનો ફોટા અને વિડિયો બનાવીને સોશિયલ મિડિયા મારફતે વાયરલ કર્યો હતો જ્યાં હાલમાં સુરત રહેતા અને અગાઉ રાણીપમાં રહેતી મહિલા આવી હતી તેનો પુત્ર ૨૫ વર્ષ પહેલા ગુમ થયાની વાત કરી હતી બીજીતરફ યુવકે તમે મારી માતા છો કહીને ઘરે લઇ જવાની વાત કરતો હતો. દરમિયાન રાજસ્થાનથી ફોન દ્વારા જાણવા મળ્યું હતુ કે યુવકને ઘરેથી કાઢી મૂકેલો છે. જેને લઇને પોલીસે તેની પૂછપરછ કરતાં આરોપીએ કહ્યું કે તે આવી જ રીતે જુદા જુદા રાજ્ય જઇને પોતે ગુમ થયાનું નાટક કરીને કોઇ પરિવાર તૈયાર થાય તો તેમના ઘરે ત્રણ મહિના પુત્ર બનીને રહીને નાસી જતો હતો. આ ઘટના અંગે કાલુપુર પોલીસે ખોટુ નામ ધારણ કરીને ઓળખના બોગસ પુરાવા રજુ કરવા બદલ તેની સામે ઠગાઇનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.