Gujarat

તમે અકસ્માત કર્યો છે મેને પગે વાગ્યું છે કહી કારમાંથી ૧૫.૯૫ લાખ ભરેલ બેગ લઇ ગયા

By GS TEAM
21 Jun 20252 mins read
તમે અકસ્માત કર્યો છે મેને પગે વાગ્યું છે કહી કારમાંથી ૧૫.૯૫ લાખ ભરેલ બેગ લઇ ગયા

અમદાવાદ,શનિવાર

ઘોડાસરના વેપારીએ મકાનની ખરીદી હોવાથી ફાઇનાન્સની ઓફિસેથી રૃા. ૧૫.૯૫ લાખ બેગમાં મૂકીને વસ્ત્રાલ ખાતે આપવા જતા હતા. આ સયયે સીટીએમ પાસે બાઇક ઉપર આવેલા હેલ્મેટ પહેરેલ ત્રણ શખ્સોએ વેપારીને તમે અકસ્માત કરતા મને પગમાં વાગ્યું છે કહીને તકરાર કરીને નજર ચૂકવીને કારમાં મૂકેલી રૃપિયા ભરેલી બેગની આંખના પલકારામાં ચોરીને ભાગી ગયા હતા. આ બનાવ અંગે રામોલ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

સીટીએમ પાસે વેપારીએ સાથે તકરાર કરી આંખના પલકારામાં ચોરી ઃ એક શખ્સે બેગ લઇ ગયાની બુમો પાડી, રામોલ પોલીસ સ્ટેશને ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી

ઘોડાસરમાં  પુનિતનગર ક્રોસિંગ પાસે વાલમ બંગલોઝમાં રહેતા અને મેટલનો ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવતા નિખીલભાઇ કિશોરકુમાર કેશરી  (ઉ.વ.૩૨)એ રામોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે વેપારી ગઇકાલે કાર લઇને  રૃપિયા લેવા વટવા ખાતે આવેલ માધવ એન્ટરપ્રાઇઝ ફાઇનાન્સની ઓફિસે ગયા હતા. બપોરના સમયે તેઓ રૃા. ૧૫.૯૫ લાખ રોકડા લઇને પ્લાસ્ટીકની બેગમાં મૂક્યા હતા. બાદમાં પ્લાસ્ટીકની બેગ ડ્રાઇવરની સીટની બાજુની સીટ પર મૂકીને વસ્ત્રા ખાતે મકાન ખરીધ્યું હોવાથી ત્યાં આપવા જતા હતા.

 દરમિયાન સીટીએમ પહોચ્યા તે સમયે એક બાઇક ચાલક હેલ્મેટ પહેરીને આવ્યો અને તેમને ઉભા રહેવા ઇશારો કર્યો હતો. જેથી વેપરી વન્ડર પોઇન્ટથી યુ-ટર્ન લઇને કાર ભારવી ટાવરની સામે ઉભી રાખતા બાઇક ચાલકે તમે મારી સાથે અકસ્માત કર્યો છે મને પગે વાગ્યુ છે કહીને તકરાર કરવા લાગ્યો હતો. આ સમયે બાઇક ઉપર આવેલ બે શખ્સોએ વેપારીની નજર ચૂકવીને સીટમાં મૂકેલ રૃપિયા ભરેલી બેગ લઇને જતા રહ્યા હતા. એટલું જ નહી એક શખ્સે બુમો પાડીને તમારી બેગ લઇને બે શખ્સો જતા રહ્યા તેમ કહ્યું હતું, વેપારીએ પોલીસને જાણ કરતા રામોલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ચોરીનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.