અમદાવાદ,મંગળવાર,9
ડિસેમ્બર,2025
સુભાષબ્રિજ બંધ કરાયા પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં
આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. કોર્પોરેશનના વિવિધ વિભાગો
અને કોર્પોરેશન સંલગ્ન સંસ્થાઓ માટે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ એન્જિનીયર ઉપરાંત બ્રિજ
ડિઝાઈનર એન્જિનિયર, બ્રિજ ઈન્સપેકટર
જેવી ૨૧ જગ્યાઓ માટે ૮૨ જગ્યા ભરવા આઉટ સોર્સિંગથી
મેન પાવર મંગાવવામા આવ્યો છે.સ્માર્ટ સિટીનો ટેગ ધરાવતા અને વાર્ષિક રુપિયા પંદર હજાર
કરોડનુ બજેટ ધરાવતા કોર્પોરેશનનમાં આટલી મહત્વની જગ્યાઓ બહારથી ભરવી પડે એ આઘાતજનક
કહી શકાય.
૪ ડિસેમ્બરથી લોકોની અવરજવર માટે સુભાષબ્રિજ બંધ કરાયા પછી
કોર્પોરેશનનુ વહીવટીતંત્ર બેકફુટ ઉપર આવી ગયુ છે. આ અગાઉ હાટકેશ્વરબ્રિજના વિવિધ
પ્રકારના ટેસ્ટિંગ માટે જે સમસ્યા તંત્રની સામે આવી હતી.તે ફરીથી સામે આવતા આઉટ
સોર્સિંગથી વિવિધ ટેકનીકલ જગ્યા ઉપર ભરવા બીડરો પાસેથી ઓફર મંગાવાઈ છે.આ જગ્યાઓ
માટે કોમ્પ્યુટર સાયન્સથી લઈ બી.ઈ.,બી.ટેક., બી.સી.એ., એમ.સી.એ.,સિવિલ
એન્જિનિયરીંગ ઉપરાંત અર્બન પ્લાનર ,જીઓમેટીકસ
સહિતની શૈક્ષણિક લાયકાત અને અલગ અલગ જગ્યા માટે અલગ અલગ અનુભવ માંગવામા આવ્યો છે.
કઈ-કઈ પોસ્ટ આઉટ સોર્સિંગથી ભરાશે?
એ.આઈ.એન્જિનિયર,
બ્રિજ ઈન્સપેકટર,બિઝનેસ
એનાલીસીસ્ટ, સર્ટિફાઈડ
નેટવર્ક સિકયુરીટી એડમિનિસ્ટ્રેટર,
સોશિયલ મિડીયા ઓફિસર,ડેટા
એનાલિસીસ્ટ, ડેટા
સેન્ટર એડમિનિસ્ટ્રેટર, ડેટા
મેનેજર, જી.આઈ.એસ.એકસ્પર્ટ,જુનીયર બ્રિજ
એન્જિનિયર,જુનિયર
અર્બન ઈન્ફ્રાસ્ટ્રકચર પ્લાનર,લેન્ડસ્કેપ
આર્કિટેકટ, સિકયુરીટી
સિસ્ટમ ડિઝાઈનર ફોર સર્વેલન્સ સિસ્ટમ,
સિનિયર અર્બન ઈન્ફ્રાસ્ટ્રકચર પ્લાનર,
સિનિયર બ્રિજ ડિઝાઈનર એન્જિનિયર, સિનિયર બ્રિજ
એન્જિનિયર, સિનિયર
બ્રિજ પ્રોજેકટ પ્લાનિંગ એન્જિનિયર,
સિનિયર ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયર . અર્બન પ્લાનર અને અર્બન ટ્રાન્સપોર્ટ
પ્લાનર


