(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર
આવકવેરાના અધિકારીઓને વાષક ટાર્ગેટ આપવા એ અવાસ્તવિક અને અણસમજુ અભિગમ દર્શાવે છે, એમ જણાવીને ઇન્કમટેક્સ ગેઝેટેડ ઓફિસર્સ એસોસિયેશન અને ઇન્કમટેક્સ એમ્પ્લોયીઝ ફેડરેશને ટાર્ગેટ આપવાના વલણ સામે વિરોધ નોંધાવ્યો છે.
આ અંગે ઇન્કમટેક્સના ઓફિસરોએ અને અધિકારીઓઅ મળીનેે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસને એક પત્ર પણ લખ્યો છે. આવકવેરા અકિારીઓને કામકાજ કરવા માટેની સ્થિતિ બહુ જ ખરાબ છે. તેમ જ તેમને સમયસર પ્રમોશન્સ પણ આપવામાં આવતા નથી. તેથી તેમની કારકીદમાં યોગ્ય વિકાસ ન થતો હોવાનું પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.
આવકવેરા અધિકારીઓની કારકીદના વિકાસની તક ધૂંધળી હોવાથી અને તેમને મળતી માળખાકીય સુવિધા પણ અપૂરતી મળતી હોવાથી અધિકારીઓનું ભ્રમ નિરસન થઈ રહ્યું છે. સીબીડીટીના અધિકારીઓ સમક્ષ આ રજૂઆત સમયે સમયે કરવામાં આવતી હોવા છતાં આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવતા નથી.
૧૧મી જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં આવકવેરાની કુલ આવક અંદાજે ૧૮.૨૮ લાખ કરોડની થઈ છે. ચાલુ નાણાંકીય વર્ષના આવકના અંદાજ કરતાં આ આવક ૮.૮૨ ટકા જેટલી ઓછી છે. બજેટમાં મૂકવામાં આવેલા અંદાજ મુજબ ૧૦.૮૨ લાખ કરોડની આવક થઈ છે. આ આવકનોે પ્રોજેક્ટેડ વિકાસ દર ૧૦.૪ ટકાનો છે. સિક્યોરિટીઝ એન્ડ ટ્રાન્ઝેક્શન ટેક્સની આવક સહિત કુલ આવક રૃ. ૧૩.૬૦ લાખ કરોડ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. આમ તેનો વિકાસ દર ૧૩.૧ ટકાનો છે. કંપની કરદાતાઓ અને વ્યક્તિગત કરદાતાઓને આ વખતે ઓછું ટેક્સ રિફંડ આપવામાં આવ્યું હોવાથી આવકવેરા ખાતાનું ટેક્સ કલેક્શન ઊંચી સપાટીએ રહ્યું છે.
(બોક્સ)
સીબીડીટી સામેની રિફંડ ન મળવાની ફરિયાદો વધી,
સીબીડીટી સામેની કરદાતાઓની રિફંડ ન મળતા હોવાથી ફરિયાદ વધી રહી છે. સીપી ગ્રામ તરીકે ઓળખાતા અને પ્રાનમંત્રીના કાર્યાલય સુી સીી ફરિયાદ લઈ જતાં પોર્ટલ પર ફરિયાદો તો સંખ્યાબંધ થઈ છે. પરંતુ આ ફરિયાદોમાંથી પંદર ટકાથી ઓછી ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. આ ફરિયાદોમાંથી મોટાભાગની ફરિયાદો આવકવેરાના રિફંડને લગતી હોવાનું જાણવા મળી રહ્યું છે. સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર પણ આવકવેરાના રિફંડને લગતી સંખ્યાબંધ ફરિયાદો કરવામાં આવી રહી છે.તેમણે સમયસર રિટર્ન ફાઈલ કર્યું હોવા છતાં તેમને રિફંડ ન મળ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે.


