Get The App

હેવાન એસીએફએ પ્રેમિકાને પામવા પત્ની અને બાળકોની હત્યા કરી હોવાનું ખૂલ્યું

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
હેવાન એસીએફએ પ્રેમિકાને પામવા પત્ની અને બાળકોની હત્યા કરી હોવાનું ખૂલ્યું 1 - image


- ઠંડા કલેજે પરિવારની હત્યા કરનાર હેવાન વિરૂધ્ધ ફિટકાર, ફાંસી આપવા પિતાની માંગ

- જંગલ ખાતાના અધિકારીની પ્રેમિકાને પોલીસ ઉઠાવી લાવી સઘન પૂછપરછ જારી

ભાવનગર : વન વિભાગના આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે ભાવનગર પોસ્ટિંગ મેળવીને આવેલા ક્રુર પતિએ હેવાનિયતની હદ વટાવી પત્ની અને બે માસૂમ સંતાનને મોતને ઘાટ ઉતારી દીધાનો ઘટસ્ફોટ થયો થયો હતો.જંગલ ખાતાના અધિકારી સાત દિવસના રિમાન્ડ પર છે.તેવામાં આખીયે ઘટનામાં નવો વળાંક આવ્યો છે.પ્રેમિકાને પામવા માટે હેવાને પત્ની અને બાળકોની હત્યા કરી નાખી હતી. પોલીસ એસીએફની પ્રેમિકાને પકડી લાવી છે.અને સઘન પૂછપરછ હાથ ધરી છે.

ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલી ફોરેસ્ટ કોલોનીમાં રહેતા અને વન વિભાગમાં એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાએ ૫ નવેમ્બરની વહેલી સવારે જ પોતાની પત્ની અને બંને બાળકોની ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. હત્યા બાદ તેણે ત્રણેય મૃતદેહોને ઘરની પાછળના ભાગમાં ખોદેલા ખાડામાં દાટી દીધા હતા.પોલીસમાં પત્ની અને બાળકો ગુમ થયા હોવાની અરજી આપી હતી.ત્યાર બાદ ફોરેસ્ટ કોલોનીમાં દુર્ગંધ ફેલાતા સમગ્ર મામલો ઉજાગર થયો હતો.અને પોલીસે ફોરેસ્ટ અધિકારીના પત્ની નયનાબેન, પુત્ર ભવ્ય અને પુત્રી પૃથાના મૃતદેહ મળી આવ્યા હતા.ત્યાર બાદ પોલીસ શૈલેષ ખાંભલાને સુરતથી પકડી લાવી હતી.ભરતનગર પોલીસે પત્ની અને બે બાળકોની હત્યા કરનાર શૈલેષ ખાંભલા હાલ સાત દિવસના પોલીસ રિમાન્ડ પર છે.ત્યારે પોલીસ પણ હત્યાના કારણ સુધી પહોંચવા માટે હત્યારાની સઘન પૂછપરછ કરી રહી છે.પોલીસ રિમાન્ડ પર રહેલો હેવાન એક પછી એક રાજ પોલીસ સમક્ષ ઓકવા લાગ્યો છે.અને આખાય પ્રકરણના મૂળ સુધી પોલીસ પહોંચી ગઈ હતી. શૈલેષે ખાંભલાને વન વિભાગમાં જ ફરજ બજાવતી મહિલા સાથે પ્રેમ પ્રકરણ ચાલતું હતું.અને પ્રેમિકાને પામવા માટે શૈલેષ ખાંભલાએ પત્ની અને બાળકોની હત્યા કરી નાખી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે.પોલીસ શૈલેષે ખાંભલાની સઘન પૂછપરછ હાથ ધરી રહી છે.ત્યારે શૈલેષે કોલ્ડ બ્લ્ડેડ મર્ડરની મિસ્ટ્રી પરથી પરદો ઉચકી રહ્યો છે.

એસીએફને વન વિભાગની મહિલા સાથે 4 વર્ષથી અફેર હતું - એસપી

શૈલેષ ખાંભલાની પ્રેમિકાને પોલીસે પકડી પાડી છે.અને પ્રેમિકાને પામવા માટે હત્યા કરી છે.તેમજ શૈલેષને છેલ્લા ચાર વર્ષથી મહિલા સાથે અફેર હતુ. પોલીસ દ્વારા શૈલેષની પ્રેમિકાની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી આવી રહી છે.અને જંગલખાતાના અધિકારીની પ્રેમિકા વન વિભાગમાં ફરજ બજાવે છે.તેમ એસપી નિતેશ પાંડેય એ જણાવ્યું હતું.

Tags :