Get The App

ભાડૂતી માણસો અને સોશ્યલ મીડિયાના ઉપયોગને કારણે મ્યુલ એકાઉન્ટનાે લાભ લેતા વિદેશી આકાઓ મળવા મુશ્કેલ

Updated: Dec 22nd, 2025

GS TEAM

Google News
Google News
ભાડૂતી માણસો અને સોશ્યલ મીડિયાના ઉપયોગને કારણે  મ્યુલ એકાઉન્ટનાે લાભ લેતા વિદેશી આકાઓ મળવા મુશ્કેલ 1 - image

વડોદરાઃ ઓનલાઇન ઠગાઇના લાખો રૃપિયા ટ્રાન્સફર કરાવી લેનારા વિદેશના આકાઓ સુધી પહોંચવું પોલીસ માટે મુશ્કેલ બન્યું છે.

ડિજિટલ એરેસ્ટ,ઇન્વેસ્ટમેન્ટમાં ઊંચુ વળતર,ટાસ્ક આપી ડિપોઝિટની રકમ પડાવી લેવા,પોર્નોગ્રાફી જેવા કારણો બતાવીને લાખો રૃપિયા ટ્રાન્સફર કરાવી લેતા ઓનલાઇન ઠગો દ્વારા લોકલ બેન્ક ખાતાના ધારકોને મામૂલી કમિશન આપીને તેમના એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.

પોલીસ દ્વારા ઠગાઇ માટે ઉપયોગમાં લેવાતા મ્યુલ બેન્ક એકાઉન્ટના ધારકો તેમજ આવા એકાઉન્ટ ઓપરેટ કરતા તેમના પરિચિતોની ધરપકડ કરવામાં આવી રહી છે. આવા વચેટિયા લોકો સામે વડોદરા શહેર પોલીસે ૪૦થી વધુ ગુના નોંધી ધરપકડ માટે તજવીજ કરી છે.

જો કે,વચેટિયાઓ દ્વારા લાખોની રકમ જ્યાં ટ્રાન્સફર કરવામાં આવે છે તેની ઉપરની બે થી ત્રણ લિન્ક તેમજ લાખો રૃપિયા ઉસેડી લેતા વિદેશી  આકાઓ સુધી પહોંચવું પોલીસ માટે મુશ્કેલ  બન્યું છે.આવા લોકો ભાડૂતી માણસો મારફતે અને સોશ્યલ મીડિયા પર સંપર્કમાં રહીને નેટવર્ક ચલાવતા હોવાથી પોલીસ માટે તેમને ઓળખવા પણ મુશ્કેલ બન્યા છે.