Get The App

IPS નીરજા ગોટરૂની ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે નિમણૂંક

Updated: Nov 28th, 2024

GS TEAM

Google News
Google News
IPS નીરજા ગોટરૂની ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે નિમણૂંક 1 - image


Gujarat Police Recruitment Board: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ના ચેરમેન તરીકેની વરણી થતાં IPS અધિકારી હસમુખ પટેલે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. હવે તેમના સ્થાને વર્ષ 1993ની બેચના આઈપીએસ નીરજા ગોટરૂની નિમણૂંક કરાઈ છે.   

IPS નીરજા ગોટરૂની ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે નિમણૂંક 2 - image  

વર્ષ 1993ની બેચના IPS અધિકારી નીરજા ગોટરૂને એડીશનલ ડીજીપી તાલીમ ગાંધીનગર ખાતે નિમણૂંક આપવામાં આવી હતી.નોંધનીય છે કે,  IPS અધિકારી નીરજા ગોટરૂ અમદાવાદમાં   ટ્રાફિક વિભાગમાં પણ ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

આ પણ વાંચો: અમદાવાદમાંથી નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાનું કારખાનું ઝડપાયું, ચાર આરોપીની ધરપકડ


ઉલ્લેખનીય છે કે, IPS અધિકારી હસમુખ પટેલના ચેરમેન પદેથી રાજીનામાથી રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતીની શારીરિક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલાં 25મી નવેમ્બરના દિવસે પોલીસ ભરતી માટેની શારીરિક પરીક્ષા યોજાવાની હતી. જોકે, હવે આ પરીક્ષા નવેમ્બરના બદલે ડિસેમ્બરમાં યોજવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આગામી 10મીથી 15મી ડિસેમ્બરની વચ્ચે કોન્સ્ટેબલ, PSI અને PI ભરતી માટેની શારીરિક પરીક્ષા લેવામાં આવી શકે છે.

IPS નીરજા ગોટરૂની ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે નિમણૂંક 3 - image

Tags :