Get The App

રાજ્યમાં પોલીસ ભરતી માટે કવાયત શરુ, IPS હસમુખ પટેલ અને પી.વી રાઠોડને સોંપાઇ મોટી જવાબદારી

રાજ્યમાં આગામી દિવસોમાં PSI અને લોક રક્ષક દળની ભરતી શરૂ થાય તેવી સંભાવના

Updated: Aug 18th, 2023

GS TEAM

Google News
Google News
રાજ્યમાં પોલીસ ભરતી માટે કવાયત શરુ, IPS હસમુખ પટેલ અને પી.વી રાઠોડને સોંપાઇ મોટી જવાબદારી 1 - image


રાજ્યમાં પોલીસ ભરતીને લઈને ગાંધીનગરમાંથી મોટા સમાચાર મળી રહ્યા છે જે મુજબ નવી ભરતીની કવાયત માટે બે ઉચ્ચ અધિકારીઓને મોટી જવાબદારી સોંપવામાં આવી છે જેમાં  ભરતી બોર્ડની જવાબદારી IPS હસમુખ પટેલ અને પી.વી રાઠોડને સોંપવામાં આવી છે

આગામી દિવસોમાં ભરતી શરુ થાય તેવી સંભાવના

ગુજરાતમાં પોલીસની નવી ભરતી માટે કવાયત શરુ કરવામાં આવી છે જેમાં રાજ્યમાં ભરતીને લઈને ઉભી કરાયેલી 7 જગ્યાઓમાંથી બે જગ્યાની જવાબદારી IPS હસમુખ પટેલ અને પી.વી રાઠોડને સોંપવામાં આવી છે. આ બંને અધિકારીઓને અધિક પોલીસ મહાનિર્દેશક અને નાયબ પોલીસ મહાનિર્દેશકની જવાબદારી સોંપવામાં આવી છે. IPS હસમુખ પટેલને અધિક પોલીસ મહાનિર્દેશક અને  પી વી રાઠોડને નાયબ પોલીસ મહાનિર્દેશકની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં આગામી દિવસોમાં PSI અને લોક રક્ષક દળની ભરતી શરૂ થાય તેવી સંભાવના છે.

Tags :