અમદાવાદમાં આજે ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો, મેચને લઈને મેટ્રોના સમયમાં ફેરફાર
IPL 2025 Ahmedabad : ગુજરાતના અમદાવાદમાં આજે 25 માર્ચથી 18 મે, 2025 દરમિયાન IPL 2025ની કેટલીક મેચ રમાવાની છે. જેમાં આજે મંગળવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો છે. જ્યારે IPL 2025ની ગુજરાતમાં રમાનાર મેચને લઈને શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં કેટલાક રૂટ પર તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત-ડાયવર્ઝન અને વૈકલ્પિક માર્ગને લઈને જાણકારી આપવામાં આવી છે. જ્યારે શહેરમાં IPLની મેચને લઈને મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
IPLની મેચને શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સ વિ. પંજાબ કિંગ્સ મેચને લઈને શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે. જેમાં 1 JCP, 3 DCP, 6 ACP, સહિત 1200 પોલીસકર્મી ટ્રાફિક માટે તહેનાત કરાયા છે.
વાહનોની અવર-જવર માટે પ્રતિબંધ અને વૈકલ્પિક રૂટ
અમદાવાદ શહેરના જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્યમ ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ગામ ટીમ સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે. જ્યારે તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈને પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે. તેજમ કૃપા રેસીડેન્સી ટી થઈ શરણ સ્ટેટ્સ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈને એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.
IPL 2025ની મેચને લઈને મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર
અમદાવાદમાં IPL 2025ની કેટલીક મેચ ડે-નાઈટ રમાવાની છે, ત્યારે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)એ શહેરમાં મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કર્યો છે. જેમાં IPL મેચ દરમિયાન સવારના 6:20 વાગ્યાથી મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધી મેટ્રો ટ્રેનનો સમય લંબાવવાનો GMRCએ નિર્ણય કર્યો છે.
આ મેચ અમદાવાદમાં રમાશે
- 25 માર્ચ, 2025ના રોજ ગુજરાત ટાઈટન્સ વિ. પંજાબ કિંગ્સ
- 29 માર્ચ, 2025ના રોજ ગુજરાત ટાઈટન્સ વિ. મુંબઈ ઈન્ડિયન્સ
- 09 એપ્રિલ, 2025ના રોજ ગુજરાત ટાઈટન્સ વિ. રાજસ્થાન રોયલ
- 19 એપ્રિલ, 2025ના રોજ ગુજરાત ટાઈટન્સ વિ. દિલ્હી કેપિટલ્સ
- 2 મે, 2025ના રોજ ગુજરાત ટાઈટન્સ વિ. સનરાઈઝર્સ હૈદરાબાદ
- 14 મે, 2025ના રોજ ગુજરાત ટાઈટન્સ વિ. લખનઉ સુપર જાયન્ટ્સ
- 18 મે, 2025ના રોજ ગુજરાત ટાઈટન્સ વિ. ચેન્નઈ સુપર કિંગ્સ