Gujarat

વર્ક ફ્રોમ હોમ કરી રોજ 2000 કમાવાના ચક્કરમાં IOCLના એન્જિનિયરે 28.53 લાખ ગુમાવ્યા

By GS TEAM
13 Oct 20252 mins read
TukuTouch Logo
વડોદરાની ગુજરાત રિફાઈનરીમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા યુવકે વર્ક ફ્રોમ હોમ કરીએ સાઇડ ઇન્કમ ઉભી કરવા જતા 28.53 લાખ રૂપિયા ગુમાવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વર્ક ફ્રોમ હોમ કરી રોજ 2000 કમાવાના ચક્કરમાં IOCLના એન્જિનિયરે 28.53 લાખ ગુમાવ્યા

Vadodara Fraud Case : વડોદરાની ગુજરાત રિફાઈનરીમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા યુવકે વર્ક ફ્રોમ હોમ કરીએ સાઇડ ઇન્કમ ઉભી કરવા જતા 28.53 લાખ રૂપિયા ગુમાવ્યા છે.

વડોદરાની આઇઓસીએલ ટાઉનશિપમાં રહેતા અને આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ઈશાન ગોરે પોલીસને કહ્યું છે કે ગઈ તા.21 જુલાઈએ સીતા ભસીનના નામે ટેલિગ્રામ પર મેસેજ આવ્યો હતો પરંતુ તેની યુઝર આઇડી દેખાતી ન હતી. ત્યારબાદ મને ઓનલાઈન વર્ક ફોર્મ હોમ કરવા માટે અને રોજ 1800 થી 2000 રૂપિયા કમાવવા માટે ઓફર કરવામાં આવી હતી. 

આ પહેલા મારી પાસે મારો પ્રોફેશન અને ઇન્કમને લગતી માહિતી મેળવવામાં આવી હતી. મેં વર્ક ફોર્મ હોમની ઈચ્છા દર્શાવતા મને ગોદરેજ પ્રોપર્ટીસના નામે લીંક મોકલવામાં આવી હતી અને મારી વિગતો મેળવવામાં આવી હતી. મને ટાસ્ક આપવામાં આવ્યા હતા અને તેની સામે ટુકડે ટુકડે 22,000 થી વધુ રકમ મારા એકાઉન્ટમાં જમા થતા મને વિશ્વાસ બેઠો હતો. 

એન્જિનિયરે કહ્યું છે કે, ત્યાર પછી મને પ્રીમિયમ ગ્રુપમાં લેવામાં આવ્યો હતો અને જે પણ ટાસ્ક આપે તે પેટે પહેલા રૂપિયા ભરવા માટે કહેવામાં આવ્યું હતું. મારા ડિજિટલ એકાઉન્ટમાં તમામ ટ્રાન્જેક્શન દેખાતા હોવાથી અને રૂપિયા ઉપાડી શકાતા હોવાથી મારો વધુ વિશ્વાસ બેઠો હતો. જેથી ટુકડે ટુકડે મેં કુલ 28.53 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. પરંતુ મારી રકમ ઉપાડી શકાતી ન હતી. જેથી મેં રકમ ઉપાડવા વાતચીત કરતા જુદા જુદા નામે મને રૂપિયા ભરવા માટે કહેવામાં આવતું હતું. મને શંકા જતા સાયબર સેલ ને જાણ કરી હતી. જેથી સાયબર સેલે ગુનો દાખલ કર્યો છે.