Get The App

રાજુલા નજીક લોઠપુરથી કોવાયા રોડ પર માત્ર 8 કિ.મી.ના અંતરમાં ઠેર-ઠેર બબ્બે ફૂટ ઊંડા ખાડા અકસ્માતને આમંત્રણ સમા

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
રાજુલા નજીક લોઠપુરથી કોવાયા રોડ પર માત્ર 8 કિ.મી.ના અંતરમાં ઠેર-ઠેર બબ્બે ફૂટ ઊંડા ખાડા અકસ્માતને આમંત્રણ સમા 1 - image

- લોઠપુરથી કોવાયા રોડ પર બબ્બે ફૂટ ખાડા પડી જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે

- રસ્તા રિપેરિંગ માટેની સરકારની સૂચનાને પણ ધોળીને પી જનારા અધિકારીઓ, પ્રજાજનો રામ ભરોસે

રાજુલા : રાજુલા નજીક લોઠપુરથી કોવાયા રોડ આઠ કિ.મી.ના અંતરમાં ૧૫૦થી વધારે બે ફૂટ જેટલા ઊંડા ખાડાઓ પડી જતાં લોકોને ત્યાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. સરકાર દ્વારા રસ્તાઓ રિપેરિંગની સૂચનાને પણ અમરેલીના અિધકારીઓ ધોળીને પી ગયા હોય તેમ આ રસ્તાને રિપેર કરવાની દરકાર ન લેતાં પ્રજાજનો મુશ્કેલીમાં મૂકાયા છે.

ઔદ્યોગિક એકમ ગણાતા કોવાયા ગામ ખાતે નોકરી-ધંધા આૃર્થે અનેક લોકો આવ-જા કરતાં હોય છે. તાજેતરમાં જ આ માર્ગ પર ખાડાના કારણે બારપટોળીના એક યુવાનનું મોત નીપજ્યું હતું. તેમ છતાં અમરેલી બાંધકામ ખાતાએ દરકાર લીધી નથી. આઠ કિ.મી.નો આ રોડ પસાર કરવા એક કલાકના સમયનો વ્યય થાય છે. આથી  લોકો ૧૫ કિમી પીપાવાવ ફરીને જવું પડે છે.

જવાબદાર અિધકારીઓ પાસે રોડ બનાવવાની રજૂઆત થાય તો જવાબ મળે છે કે, હમણાં નવો બનાવવાનો છે ! આ વાત તો છેલ્લા એક વર્ષથી ચાલે છે પરંતુ પ્રજાજનોની સલામતી માટે જ્યાં  સુધી રોડ નવો ન બને ત્યાં સુધી આ રોડમાં પડેલા બબ્બે ફૂટ ઊંડા ખાડામાં કાંકરી અને પથૃથર ભરી થીગડા મારવામાં આવે તેવી માંગણી ઉઠી છે.