Gujarat

ઇન્વેસ્ટમેન્ટ એજન્સીની મહિલા પાર્ટનર વર્ક ફ્રોમ હોમની લોભામણી સ્કીમમાં ફસાઈ, 31 લાખ ગુમાવ્યા

By GS TEAM
2 Dec 20253 mins read
TukuTouch Logo
વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતી ઇન્વેસ્ટમેન્ટ એજન્સીની પાર્ટનર ઓનલાઇન ઠગોની જાળમાં ફસાઈ જતા 31 લાખ ગુમાવ્યા હતા. ઓનલાઇન ઠગોએ મહિલાને એવી રીતે સકંજામાં લીધી કે તેણે ડિપોઝિટના નામે રૂપિયા આપ્યા પછી પણ રોજના 10,000 કમાવવા માટેની ઈચ્છા રાખતી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇન્વેસ્ટમેન્ટ એજન્સીની મહિલા પાર્ટનર વર્ક ફ્રોમ હોમની લોભામણી સ્કીમમાં ફસાઈ, 31 લાખ ગુમાવ્યા

Vadodara Fraud Case : વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતી ઇન્વેસ્ટમેન્ટ એજન્સીની પાર્ટનર ઓનલાઇન ઠગોની જાળમાં ફસાઈ જતા 31 લાખ ગુમાવ્યા હતા. ઓનલાઇન ઠગોએ મહિલાને એવી રીતે સકંજામાં લીધી કે તેણે ડિપોઝિટના નામે રૂપિયા આપ્યા પછી પણ રોજના 10,000 કમાવવા માટેની ઈચ્છા રાખતી હતી.

હોટલ અને ગૂગલમેપને રેટિંગની પાર્ટ ટાઈમ જોબની ઓફર મળી 

ગોત્રી વિસ્તારમાં રહેતી અને ઇન્વેસ્ટમેન્ટ એજન્સીમાં પાર્ટનરશીપ ધરાવતી દીપીક્ષા નામની મહિલાએ પોલીસને કહ્યું છે કે, ગઈ તા.25મી મે એ વર્ક ફ્રોમ હોમની ઓનલાઇન જાહેરાત જોઈને ક્લિક કરતા મારી પાસે ડીટેલ માંગવામાં આવી હતી. ત્યારબાદ વોટ્સએપ ઉપર મારો સંપર્ક કરવામાં આવ્યો હતો અને હોટલ તેમજ ગૂગલ મેપને રેટિંગ આપવાના નામે પાર્ટ ટાઈમ જોબની ઓફર કરવામાં આવી હતી.

ઠગોએ લીંક મોકલી એક ટાસ્કના રૂ.180 જમા કરી રોજના 20 ટાસ્કની ઓફર કરી

ઠગોએ ત્યારબાદ એક લીંક મોકલી હતી અને તેમાં ટાસ્ક આપી એક ટાસ્કના રૂ.180 આપવાની ઓફર કરી હતી. આ માટે તેમણે ટેલિગ્રામ ઉપર સંપર્ક કરી ફરીથી બધી ડિટેલ મેળવી હતી. ત્યારબાદ તેમણે એક ટાસ્કના 180માં એકાઉન્ટમાં જમા કર્યા હતા. અને વધુ કામ કરવું છે કે કેમ તેમ પૂછી રોજના 20 ટાસ્કની ઓફર કરી હતી. તેમણે મને રૂ.200 અને 190 પણ જમા કર્યા હતા તેમજ બે જ દિવસના પગારના 1040 જમા કરતા મને વિશ્વાસ બેઠો હતો.

મહિલાએ કહ્યું, મારે રોજના 10,000 કમાવવા છે ફુલ ટાઈમ નહીં પાર્ટ ટાઈમ જોબ કરવી છે 

પોલીસના જણા પ્રમાણે, ઠગોએ જે રીતે મહિલાને વિશ્વાસમાં લીધી તે જોતા તેણે રોજના 10000 કમાવવા માટે સામે ચાલીને કામની માંગણી કરી હતી. આ વખતે ઠગોએ મહિલાને કહ્યું હતું કે, તમારે પાર્ટ ટાઈમ જોબ કરવી છે તો ફુલ ટાઈમ જોબ કરવી છે? જેથી મહિલાએ પાર્ટ ટાઈમ જોબ પસંદ કરી હતી. તેની પાસે ફરીથી રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. 

1000 ઉપર 1300, 3000 ઉપર 3900 અને 5000 ઉપર 6,500 ની સ્કીમ આપી

ત્યાર પછી ઠગોએ ટાસ્ક કરવા માટે ડિપોઝિટની રકમ જમા કરવાનો આગ્રહ રાખ્યો હતો. તેમણે કહ્યું હતું કે જો તમે રૂ.1,000 રોકશો તો તેના ઉપર 1300 મળશે. રૂ.3,000 તો તેના ઉપર 3900 અને 5000 રોકશો તો 6,500 મળશે. ત્યારબાદ ઠગોએ રૂ 1300 જમા કરાવ્યા હતા અને મહિલાને વીઆઇપી ગ્રુપમાં સામેલ કરી હતી. ચાર જણના ગ્રુપમાં 3000 15000 અને 40,000 ની રકમ ભરપાઈ કરવાની સ્કીમ હતી. ઠગોએ મહિલાને રૂ.40,000 ની ડિપોઝિટવાળા કામમાં ભૂલ છે તેમ કહી ફરીથી બીજા ત્રણ ટાસ્ક લેવા પડશે એમ કહ્યું હતું.

બહાના બતાવી 31.61 લાખ ખંખેરી લીધા, વધુ રકમ ભરવા લોન લેવાની તૈયારી કરતાં પિતાએ અટકાવી 

પોલીસે કહ્યું છે કે, મહિલા પાસે જુદા જુદા બહાના કાઢીને ઠગોએ 31.61 લાખ પડાવી લીધા હતા. જ્યારે મહિલાને માત્ર 20000 મળ્યા હતા. મહિલાએ પોતાની રકમ છૂટી કરવા માટે લોન લેવાની તૈયારી કરતા તેના પિતાને જાણ થઈ હતી અને તેને અટકાવી સાયબર સેલની મદદ લીધી હતી.