Get The App

વડોદરાની પાઈપલાઈન કું.માં સુરત DGGIની તપાસમાં રૃા.6.44 કરોડની ટેક્સચોરી મળી

વડોદરા-દિલ્હી ખાતે જીએસટી નોંધણી ધરાવતી મે.એએમપી પાઈપલાઈન પ્રા.લિ.ના સંચાલકોએ રૃા.13.74 કરોડના ઈન્વોઈસના આધારે ક્રેડીટ ક્લેઈમ કરી હતી

Updated: Nov 29th, 2019

GS TEAM

Google News
Google News

સુરત, તા.29 નવેમ્બર,2019,શુક્રવાર

સુરત ડીરેકટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિઝન્સ વિભાગની ટીમે વડોદરા-દિલ્હી ખાતે જીએસટી નોંધણી ધરાવતી સર્વિસ પ્રોવાઈડર કંપની મે.એએમપી પાઈપલાઈન પ્રા.લિ.ના સંચાલકોના ધંધાકીય સ્થળો પર તપાસ હાથ ધરી 6.44  કરોડની જીએસટી ચોરી ઝડપી પાડી છે.જે પૈકી 1.74 કરોડ વિભાગમાં જમા કરાવ્યા હોવાની વિગતો સાંપડી છે.

સુરત ડીજીજીઆઈ વિભાગને મળેલી બાતમીના આધારે  દિલ્હી તથા વડોદરા ખાતે જીએસટી રજીસ્ટ્રેશન ધરાવતી વડોદરા- ડભોઈ રોડ સ્થિત રતન પુર ગામમાં આવેલી મે.એએમપી પાઈપલાઈન્સ પ્રા.લિ.ના ધંધાકીય સ્થળો પર તપાસ હાથ ધરી હતી.જે દરમિયાન ટ્રાન્સપોર્ટ ઓઈલ પાઈપ લાઈન માટે પેટા કોન્ટ્રાક્ટરમાં કામ કરતી સર્વિસ પ્રોવાઈડર કંપનીએ જાન્યુ.2018માં વડોદરા-દિલ્હી ખાતે જીએસટી રજીસ્ટ્રેશન મેળવ્યું  હોઈ 13.74 કરોડના ઈન્વોઈસના આધારે ક્રેડીટ ક્લેઈમ કરી હતી.પરંતુ જીએસટીઆર-૩બીમાં આ વિગતો દર્શાવી નહોતી કે જીએસટીની જવાબદારી પણ નિભાવી નહોતી.

વધુ તપાસ દરમિયાન આ કંપનીની વધુ એક પેઢી મે.એ.એન.ગેસલાઈન્સ પ્રોજેક્ટ પાઈપલાઈન્સ લિ. મળી આવી છે.જેની ઓફીસ તથા જીએસટી નોંધણી દિલ્હી ખાતે હોવા છતાં રીટર્ન કે જીએસટી ચુકવવાની જવાબદારી નિભાવતી ન હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે.તેમ છતાં ઈન્વોઈસના આધારે ક્રેડીટ પાસ ઓન કરી હોવાનું બહાર આવ્યું છે.

જેથી વિભાગીય અધિકારીઓની ટીમે સર્વિસ પ્રોવાઈડર કંપનીની કુલ રૃ.6.44 કરોડની ટેક્સ જવાબદારી શોધી કાઢી છે.જે અંગે કંપનીના ડીરેકટર મનીષ ગોયલે ટેક્ષ જવાબદારી  અંગેની કબૂલાત કરીને 1.74 કરોડ સ્થળ પર જ વિભાગમાં જમા કરાવ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું છે.