Gujarat

વડોદરા ફાયર બ્રિગેડની કેટલી બોગસ NOC..વાઘોડિયારોડ બાદ હરણીના કોમ્પ્લેક્સની બોગસ NOC મળી

By GS TEAM
26 Jun 20251 min read
વડોદરા ફાયર બ્રિગેડની કેટલી બોગસ NOC..વાઘોડિયારોડ બાદ હરણીના કોમ્પ્લેક્સની બોગસ NOC મળી

વડોદરાઃ વડોદરામાં વાઘોડિયારોડ બાદ હરણી ખાતે પણ બોગસ ફાયર એનઓસી મળી આવતાં ચીફ ફાયર ઓફિસરે તપાસ શરૃ કરી છે.

વાઘોડિયારોડ પર અર્શ કોમ્પ્લેક્સમાં બોગસ એનઓસી મળી આવતાં તેમાં જયેશ મકવાણા નામની વ્યક્તિનું નામ ખૂલ્યું હતું. બોગસ એનઓસી  બાબતે ફાયર  બ્રિગેડના અધિકારી દ્વારા રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.બે વાર રિમાઇન્ડર પણ આપવામાં આવ્યું છે.પરંતુ હજી સુધી એફઆઇઆર નોંધાઇ નથી.

તો બીજીતરફ ફાયર બ્રિગેડની ટીમના ચેકિંગ દરમિયાન હરણી ખાતે મહાલક્ષ્મી કોમ્પ્લેક્સની વધુ એક બોગસ ફાયર એનઓસી મળી આવી હોવાની વિગતો બહાર આવતાં ચીફ ફાયર ઓફિસરે તપાસ શરૃ કરાવી છે.

ગ્રાઉન્ડ અને ત્રણ માળની બિલ્ડિંગની પરવાનગી આપનાર અધિકારીની સહિ બોગસ હોવાનું જણાઇ આવ્યું છે.આ એનઓસી કોણે અપાવી છે  અને ક્યાં તૈયાર થઇ છે તે તપાસનો વિષય છે.ચીફ ફાયર ઓફિસર દ્વારા કોમ્પ્લેક્સના જવાબદાર વ્યક્તિઓને બોલાવી પૂછપરછ કર્યા બાદ પોલીસ ફરિયાદ માટે તજવીજ કરવામાં આવનાર છે.

તો  બીજીતરફ એવી પણ ચર્ચા ચાલી રહી છે કેઅગાઉ બોગસ એનઓસી અપાવનાર વ્યક્તિની જ હરણીના કેસમાં સંડોવણી છે.જેથી પોલીસ તપાસમાં તમામ વિગતો બહાર આવશે.