Get The App

એમ્બ્રોઇડરી અને શીફલી મશીન માટે સબસિડી લાગુ કરવારજૂઆત

Updated: Jun 24th, 2021

GS TEAM


Google News
Google News
એમ્બ્રોઇડરી અને શીફલી મશીન માટે સબસિડી લાગુ કરવારજૂઆત 1 - image


-ટેકસટાઇલ કમિશનર ઓફિસ દ્વારા એ-ટફના પડતર પ્રશ્નોના મુદ્દે ચેમ્બર સાથે મિટીંગ યોજાઇ

સુરત,

એમ્બ્રોઇડરી અને શીફલી મશીન ઉપર વર્ષ 2016થી સબસિડી લાગુ કરવા તથા વર્ષ 2019 બાદ સમયમર્યાદાને કારણે બાકી રહી ગયેલાં એ-ટફના કેસો માટે વન-ટાઇમ કોન્ડોનેશન માટે માંગ કરવામાં આવી હતી. ટેકસટાઇલ કમિશનર ઓફિસ તરફથી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ સાથે મીટીંગ આજે મળી હતી.

ટેકસટાઇલ મશીનરીની જેમ ટેકસટાઇલ એસેસરીઝનું પણ ટેકસટાઇલ મિનિસ્ટ્રીમાં રજિસ્ટ્રેશન કરવા તથા વર્ષ 2019થી સ્ટેન્ડ અપ ઇન્ડિયાના પેન્ડીગ કેસોના નિરાકરણ માટે રજૂઆત કરાઇ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્ટેન્ડ અપ ઇન્ડિયાના કેસોના નિકાલ માટે રુ. 11.92 કરોડનું ફંડ પૂરું થઇ ગયું છે. હવે રુ 93 કરોડના ફંડની માંગ કરવામાં આવી હતી.

એ-ટફના પડતર પ્રશ્નોના મુદ્દે ઓનલાઇન મિટીંગમાં પ્રેસિડેન્ટ ઇલેકટ આશિષ ગુજરાતી, ચેમ્બરની ચેરમેન સીએ રાજીવ કપાસિયાવાલા, બેંકના અધિકારીઓ અને ટેકસટાઇલ મશીનરીના આયાતકારો જોડાયાં હતાં. ટેકસટાઇલ કમિશનર ઓફિસના અધિકારીઓ સમક્ષ ટેકસટાઇલ સંબંધિત પડતર પ્રશ્નોના મામલે વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી.

Tags :