Gujarat

24 જ કલાકમાં બાળકોની ‘ડિલિવરી’ કરતી ગેંગનો પર્દાફાશ, બનાસકાંઠા પોલીસે તેલંગાણાથી ત્રણને ઝડપ્યા

By GS Team
21 Apr 20262 mins read
TukuTouch Logo
રાજસ્થાનના સૂજારામ રાણારામ ભીલ પરિવાર સાથે વડગામના ધનપૂરા ગામે છાપરું બાંધીને ભિક્ષાવૃત્તિ કરતા આવ્યા છે. તેમનો પુત્ર દેવ બપોરના સમયે રોડ રમતો હતો. તે સમયે તેને પૈસા આપવાની લાલચ આપીને વડગામના મેપડા ગામના ખેતરમાં રહેતા દાંતાના વાઘોર (કાંસા) ગામનો શૈલેષ લાડુભાઈ લક્ષ્મણભાઈ ગમાર નામનો શખ્સ ગાડીમાં અપહરણ કરી ગયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

24 જ કલાકમાં બાળકોની ‘ડિલિવરી’ કરતી ગેંગનો પર્દાફાશ, બનાસકાંઠા પોલીસે તેલંગાણાથી ત્રણને ઝડપ્યા
 અગાઉ ઝડપાયેલા આરોપીઓની ફાઇલ તસવીર

Ahmedabad News: બનાસકાંઠાના વડગામના ધનપૂરા પાસે તાજેતરમાં કિશોરનું અપહરણ કરાયું હતું. જે કેસમાં આરોપીને પકડી પાડતા આંતરરાજ્ય બાળ તસ્કરીમાં સગીર સહિત ત્રણ આરોપીને પોલીસે પકડી પાડ્યા હતા. જેની પૂછપરછ કરતા આંતરરાજ્ય બાળ તસ્કરીનો પર્દાફાશ થયો હતો. ગુજરાત, દિલ્હી અને મહારાષ્ટ્રમાં આઠ શિશુની તસ્કરી કરતી મુરગન ગેંગના ત્રણ સાગરિતોને તેલંગાણાથી પોલીસે પકડી પાડ્યા હતા. આરોપીઓ એજન્ટો પાસેથી નવજાત શિશુ મેળવીને 24 થી 48 કલાકમાં ડિલિવરી કરતા હતા.

ગરીબ પરિવારોને કરતા ટાર્ગેટ

રાજસ્થાનના સૂજારામ રાણારામ ભીલ પરિવાર સાથે વડગામના ધનપૂરા ગામે છાપરું બાંધીને ભિક્ષાવૃત્તિ કરતા આવ્યા છે. તેમનો પુત્ર દેવ બપોરના સમયે રોડ રમતો હતો. તે સમયે તેને પૈસા આપવાની લાલચ આપીને વડગામના મેપડા ગામના ખેતરમાં રહેતા દાંતાના વાઘોર (કાંસા) ગામનો શૈલેષ લાડુભાઈ લક્ષ્મણભાઈ ગમાર નામનો શખ્સ ગાડીમાં અપહરણ કરી ગયા હતા. 

પોલીસની ત્વરીત કાર્યવાહી

જોકે આ શખ્સ અપહૃત કિશોરનું વેચાણ કરે તે પહેલા તેને તેમના બાળ તસ્કરીમાં સંડોવાયેલા એક કિશોર સહિત ત્રણને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં પાલનપુર એલસીબી પોલીસની ટીમોએ બનાસકાંઠામાં બે, મુંબઈમાં બે, હૈદરાબાદમાં ત્રણ અને દિલ્હીમાં એક મળી આઠથી વધુ નવજાત શિશુની તસ્કરી કરતી આંતરરાજ્ય તેલંગાણાની મુરગન ગેંગના ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે.

આ પણ વાંચો : દાહોદમાં લગ્નમાં કેરીનો રસ-પનીર ખાધા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો ઉભરાઈ

પકડાયેલા આરોપીઓની વિગત

પકડાયેલા આરોપીઓમાં બોદાશુ નાગારાજા ઉર્ફે મુરગન બોદાશુ વેંકટી (મુખ્ય સૂત્રધાર, રહે. ગોલેટી ટાઉનશિપ રબ્બેના ગોલેટ હાલ રહે. નોગામ બસ્તી સિરપુર તેલંગાણા), કાસરાપુ તિરૂપથી કસરાપુ મલ્લાલહ (રહે. સીરીકોન્ડા તેલંગાણા) અને કેલેટી ગંગાધર ગંગારાજન (એજન્ટ કરીમનગર, રહે. મુદલતા તેલંગાણા)નો સમાવેશ થયો છે.

શું હતી સમગ્ર ઘટના

ગત 6 એપ્રિલના રોજ વડગામ તાલુકાના જલોત્રા પાસેથી 4 વર્ષના એક બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાની તપાસમાં નવજાત બાળકોની તસ્કરીમાં સાબરકાંઠાના કવિતા પ્રતાપસિંહ જાદવ તેમજ અન્ય રાજ્ય બહારના એજન્ટોના નામો ખુલ્યા હતા. આ બાળકને હૈદરાબાદમાં વેચવા માટે અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે. ત્યાર બાદ પાલનપુર LCB ટીમે ટેક્નિકલ ઇન્ટેલિજન્સ અને AI ના ઉપયોગથી પોલીસે તપાસ હાથ ધરી સૌપ્રથમ મુંબઈ-વડોદરા હાઈવે પરથી એક સગીર એજન્ટ સહિતના આરોપીઓને ઝડપી લીધા હતા. જેની પાસેથી 1.5 લાખની રોકડા પણ મળ્યા હતા. 

પોલીસે એક પછી એક તાંતણા ખુલ્યાં

પોલીસે આ મામલે સઘન તપાસ કરીને શૈલેષ ગમાર અને પાબુ ભગોરા નામના શખ્સોને ઝડપી લીધા હતા. અપહૃત બાળકને હેમખેમ મુક્ત કરાવ્યું હતું. આરોપીઓની પૂછપરછમાં મુખ્ય દલાલ મુરુગનનું નામ ખુલતા વડગામ પોલીસે તેલંગાણાના કાગઝનગરથી તેની ધરપકડ કરી હતી. 

24 જ કલાકમાં બાળકોની ‘ડિલિવરી’ કરતી ગેંગનો પર્દાફાશ, બનાસકાંઠા પોલીસે તેલંગાણાથી ત્રણને ઝડપ્યા | Gujarat Samachar