Get The App

International women's day : ગુજરાતમાં દર 5 મિનિટે 1 મહિલા ઘરેલુ હિંસાનો ભોગ બને છે

એક વર્ષમાં ઘરેલું હિંસાના કોલ્સમાં 22 ટકાનો વધારો ઘરેલુ હિંસાની 20 ટકા ફરિયાદ માત્ર અમદાવાદમાં

Updated: Mar 8th, 2024

GS TEAM


Google News
Google News
International women's day : ગુજરાતમાં દર 5 મિનિટે 1 મહિલા ઘરેલુ હિંસાનો ભોગ બને છે 1 - image

image : Freepik



International Women Day | આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” આજે છે ત્યારે નારીશક્તિની મહિમાના ગુણગાન ગવાશે. પુરુષ-મહિલા સમોવડી આજે ભલે થઈ ગયા હોય પરંતુ આજે પણ સમાજનો એક વરવો ચહેરો એવો પણ છે જ્યાં મહિલાઓ ઘરેલુ હિંસા, બળાત્કાર, છેડતી સહિતની સમસ્યાનો ભોગ સતત બને છે. ગુજરાતમાંથી જ પ્રતિ પાંચ મિનિટે સરેરાશ 1 મહિલા ઘરેલુ હિંસાનો ભોગ બને છે.

International women's day : ગુજરાતમાં દર 5 મિનિટે 1 મહિલા ઘરેલુ હિંસાનો ભોગ બને છે 2 - image

ગુજરાતમાંથી વર્ષ ૨૦૨૩માં મહિલાઓ માટેની હેલ્પલાઈન અભયમ્ 'ને ૯૮૮૩૦ કોલ્સ આવ્યા હતા. વર્ષ ૨૦૧૯ની સરખામણીએ મહિલાઓ માટે ઘરેલુ હિંસાના કોલ્સમાં ૬૧ ટકા જ્યારે ૨૦૨૨ની સરખામણીએ ૨૨ ટકાનો વધારો થયો છે. જાણકારોના મતે વર્ષ ૨૦૨૦માં વિશેષ કરીને મહિલાઓ માટે ઘરેલુ હિંસાના કોલ્સમાં વધારો જોવા મળ્યો છે. જેમાં લોકડાઉનને પગલે સતત સાથે રહેવાથી તેમજ આર્થિક-સ્વાસ્થ્ય અંગેના દબાણને પગલે પણ અનેકુ પુરુષોએ હિંસાનું નિંદનીય પગલું ભર્યું હતું. ઘરેલુ હિંસાના ૧૭૬૪૨ કોલ્સ માત્ર અમદાવાદમાંથી આવ્યા છે. આ સિવાય અમદાવાદથી વર્ષ ૨૦૨૩માં ૪૮૧૫ કોલ્સ સતામણી, ૨૧૫૫ કોલ્સ લગ્નેતર સંબંધના નોંધાયા છે.

International women's day : ગુજરાતમાં દર 5 મિનિટે 1 મહિલા ઘરેલુ હિંસાનો ભોગ બને છે 3 - image

આ સિવાય વર્ષ ૨૦૨૩માં જે અંગે સૌથી વધુ કોલ્સ આવ્યા છે તેમાં ૧૦૩૭૩ કોલ્સ સાથે લગ્નેત્તર સંબંધ, ૧૦૧૬૪ કોલ્સ સાથે જાતિય સતામણી, ૭૨૪૩ કોલ્સ સાથે કાયદાકીય સમસ્યા, ૫૧૩૧ કોલ્સ સાથે કસ્ટડી અંગે, ૩૩૪૫ કોલ્સ સાથે ઘરમાંથી કાઢી મૂકવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૨૮૩૯ કોલ્સ સંબંધની સમસ્યા, ૨૭૫૮ કોલ્સ ટેલિફોન પર હેરાનગતી, ૨૩૭૨ કોલ્સ સાથે નાણાકીય સમસ્યા જ્યારે ૨૦૮૫ કોલ્સ સાથે છેડતીનો સમાવેશ થાય છે.

International women's day : ગુજરાતમાં દર 5 મિનિટે 1 મહિલા ઘરેલુ હિંસાનો ભોગ બને છે 4 - image

International women's day : ગુજરાતમાં દર 5 મિનિટે 1 મહિલા ઘરેલુ હિંસાનો ભોગ બને છે 5 - image

Tags :