Get The App

ભાજપમાં આંતરિક વિવાદના લીધે ભડકો, ધોળકા નગરપાલિકાના 12 કાઉન્સિલરોએ ધર્યા રાજીનામા

Updated: May 1st, 2025

GS TEAM


Google News
Google News
ભાજપમાં આંતરિક વિવાદના લીધે ભડકો, ધોળકા નગરપાલિકાના 12 કાઉન્સિલરોએ ધર્યા રાજીનામા 1 - image


Internal Dispute in BJP : કોંગ્રેસની માફક ભાજપ પણ આંતરિક વિવાદોથી બાકાત નથી. ક્યાંક ને ક્યાંક ભાજપમાં પણ આંતરિક મતભેદો જોવા મળે છે, પરંતુ ઘણીવાર મામલો બહાર આવતો નથી. ત્યારે ધોળકા નગરપાલિકામાં ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. 11 જેટલા કાઉન્સિલરોએ એકસાથે પોતાના રાજીનામા ધરી દેતાં ભાજપમાં હડકંપ મચી જવા પામ્યો છે. સત્તાપક્ષના કાઉન્સિલરોના રાજીનામા બેઠકોનો દૌર શરુ થઈ ગયો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપ શાસિત ધોળકા નગર પાલિકાના ભાજપના 11 કાઉન્સિલરોએ રાજીનામા ધરી દેતાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. કાઉન્સિલરોએ રજિસ્ટર વિભાગમાં પોતાના રાજીનામા સોંપી દીધા છે. રજૂઆતો છતાં કામ ન થતાં હોવાથી તમામ કાઉન્સિલરો નારાજ હતા. જ્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એક કાઉન્સિલરે પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું છે. કાઉન્સિલરોના રાજીનામા ભાજપના આગેવાનો સક્રિય થઈ ગયા છે. ગુપ્ત સ્થળે ભાજપના આગેવાનો અને હોદ્દેદારોની બેઠકનો દૌર શરુ થઈ ગયો છે. 

તો બીજી તરફ ધોળકા નગરપાલિકાના અધિકારી ચીફ ઑફિસરે રાજીનામા અંગે જણાવ્યું હતું કે 'આ બાબતે રાજીનામાના ડૉક્યુમેન્ટ કે કાઉન્સિલરો રાજીનામા આપવા માટે આવ્યા નથી. 

Tags :