-પોરબંદરમાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસ જવાનોએ રાત્રિભર સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું.
- દિલ્હીમાં થયેલા કાર વિસ્ફોટ બાદ પોલીસ એલર્ટ
પોરબંદર : રાજધાની દિલ્હીમાં લાલકિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં પ્રંચટ વિસ્ફોટ થયા બાદ અનેક લોકોના મોત નીપજ્યા હતા. જે સંદર્ભે દેશભરમાં એલર્ટની પરિસિૃથતિ જાહેર થઇ છે. ત્યારે દરિયાઇપટ્ટી ઉપર આવેલા પોરબંદર જિલ્લામાં પણ પોલીસે રાત્રિભર સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું.
લેન્ડિંગ પોઇન્ટમાં પણ તપાસ, આતંકવાદી હુમલો થયો હોવાની શક્યતાને લઇ ઠેર-ઠેર તપાસ
આતંકવાદી હુમલો થયો હોવાની શક્યતાને આધારે ઠેર - ઠેર તપાસ થઇ રહી છે. ત્યારે પોરબંદરના માધવપુર, બગવદર, નવીબંદર મરીન, ગોસા ચેક પોસ્ટ, રાણાવાવ - કુતિયાણા હાઇ-વે સહિત અલગ અલગ વિસ્તારોમાં પોલીસ જવાનોએ રાત્રિભર સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું.
પોરબંદરની દરિયાઇપટ્ટી પરના લેન્ડિંગ પોઇન્ટ વિસ્તારમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપ સહિતની બ્રાન્ચ દ્વારા પણ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જો કે ક્યાંય કશું વાંધાજનક મળી આવ્યું ન હતું. આગામી દિવસોમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દરિયાઇ સુરક્ષાને વધુ સઘન બનાવવામાં આવશે.


