Get The App

પશ્ચિમ કચ્છમાં હાઇએલર્ટ વચ્ચે પોલીસનું સઘન વાહન ચેકિંગ ચાલુ

Updated: May 11th, 2025

GS TEAM


Google News
Google News
પશ્ચિમ કચ્છમાં હાઇએલર્ટ વચ્ચે પોલીસનું સઘન વાહન ચેકિંગ ચાલુ 1 - image


લાઉડ સ્પીકડરથી લોકોને ઘરમાં જ રહેવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે

ભુજ: ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ ચાલી રહી છે. ત્યારે કચ્છમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવતાં શહેર અને તાલુકાના ગામડાઓમાં લોકડાઉન જેવી સ્થિતિ ઉભી થઇ છે. તો, જિલ્લાના પોલીસ પ્રસાસન દ્વારા વાહનનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમજ વિવિધ વિસ્તારોમાં પોલીસ ટીમ દ્વારા લોકોને લાઉડ સ્પીકડર દ્વારા પોતાના ઘરની અંદર જ રહેવા અને બીન જરૂરી લોકોને ઘરથી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી રહી છે. 

શનિવારે વહેલી સવારે પશ્ચિમ કચ્છના છેવાડાના અબડાસા તાલુકાના ધૂફી, સુડધ્રો અને સાંધી બાજુ તેમજ ભુજ નજીક નાગોર પાસે નાપાક તત્વોનો ડ્રોન એટેક નિષ્ફળ કરવામાં આવ્યો છે. પરિસ્થિતિ તણાવ ભરી છે. ત્યારે કચ્છમાં હાઇએલર્ટ જારી કરી દેવામાં આવતાં પોલીસ તંત્ર દ્વારા જિલ્લાભરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લામાં હાઇવે માર્ગો પર તેમજ શહેરના માર્ગો પર પોલીસ તૈનાત કરી દેવાયા છે. વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તે સાથે શહેર અને ગામડાઓમાં પોલીસની વિવિધ ટીમો દ્વારા લાઉડ સ્પિકરથી લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે. કે, લોકોએ ગભરાવવાની જરૂર નથી બીન જરૂરી ઘરની બહાર નીકળવું નહીં પોતાના ઘરમાં જ રહેવું તેવી અપીલ કરવામાં આવી રહી છે. ઠેરઠેર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. 

માધાપરથી ભુજ આવતા વાહનોને બાયપાસ રોડ પર ડાયવર્ડ કરવામાં આવ્યા

માધાપરથી ભુજ તરફ આવતા વાહનનો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સર્કલથી બાયપાસ મુંદરા રોડ પર ડાયવર્ડ કરી દેવામાં આવ્યા છે. અને જ્યુબીલી સર્કલ પર વાહનની અવર જવર પર નિયંત્રણ રાખવામાં આવ્યું છે. આ અંગે સીટી ટ્રાફિક પીએસઆઇ રાજપુતએ જણાવ્યું હતું. કોઇ પરિસ્થિતિ નિર્માણ પામે તો, એમ્બ્યુલન્સને પસાર થવામાં કોઇ અડચણ ઉભી ન થાય તે માટે માધાપરથી આવતા વાહનોને બાયપાસ રોડ પર વાળી દેવામાં આવ્યા છે.


Tags :