ભારત-પાક વચ્ચેની તણાવ ભરેલી પરિસ્થિતિને અનુલક્ષીને જામનગરના નવા એસટી ડેપોમાં બોમ્બ ડીસ્પોઝલ ટિમ દ્વારા સધન ચેકિંગ
Jamnagar : જામનગર શહેર-જિલ્લામાં વર્તમાન ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવ ભરેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે, અને સુરક્ષાની દ્રષ્ટિએ તમામ પ્રકારના ચાંપતાં પગલાઓ ભરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે જામનગરના હંગામી એસ.ટી. ડેપોમાં પણ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જામનગરની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડની ટીમ આજે સવારે હંગામી એસટી ડેપો પર પહોંચી હતી, જ્યાં જુદી જુદી એસ.ટી. બસોમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને સ્નિફર ડોગ દ્વારા એસટી બસો તેમજ બસ ડિવિઝનના ખૂણે ખૂણામાં ચેક કરાયું હતું, જ્યારે કેટલાક મુસાફરોનો સામાન પણ ચેક કરી લેવામાં આવ્યો હતો. જો કે આ ચેકિંગ દરમિયાન કશું વાંધાજનક મળ્યું નથી.