Get The App

ઈન્ટિગ્રેટેડ B.A-B.Ed અને B.Sc- B.Ed કોર્સ વર્ષ 2025-26થી બંધ કરાશે

નેશનલ ટીચર એજ્યુકેશન કાઉન્સિલનો નવો સકર્ક્યુલર

Updated: Feb 15th, 2024

GS TEAM


Google News
Google News
ઈન્ટિગ્રેટેડ B.A-B.Ed અને B.Sc- B.Ed કોર્સ વર્ષ 2025-26થી બંધ કરાશે 1 - image


Education News : નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE)ના નવા સકર્યુલર-પબ્લિક નોટિસ મુજબ શૈક્ષણિક વર્ષ 2025-26થી ચાર વર્ષના ઈન્ટિગ્રેડ બીએ-બી.એડ અને બી.એસસી-બી.એડ કોર્સ બંધ કરવામા આવશે. આ કોર્સીસ માટે 2024-25નું વર્ષ છેલ્લુ એકેડેમિક વર્ષ ગણાશે. યુનિ.-કોલેજોએ હવે આ ઈન્ટિગ્રેટેડ કોર્સને બંધ કરીને કાઉન્સિલે નવી શિક્ષણ નીતિ મુજબ તૈયાર કરેલા ઈન્ટિગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ (આઈટેપ) માટે અરજી કરવની રહેશે. જ્યારે હાલના રેગ્યુલેર બી.એડ કોર્સ પણ 2030થી બંધ થશે અને 2030થી આ નવા ઈન્ટિગ્રેટેડ બી.એડ કોર્સ ભણાવાશે.

2025-26થી આ કોર્સીસ બંધ થશે

ગુજરાતમાં હાલ સરકારી એવી ટીચર્સ યુનિ.માં હાલ ચાર વર્ષના 100-100 બેઠકો સાથે ઈન્ટિગ્રેટેડ બી.એ-બી.એડ અને બી.એસસી-બી.એડ ચાલે છે અને આ ઉપરાંત રાજ્યની કેટલીક પ્રાઈવેટ યુનિ.ઓમાં પણ આ ઈન્ટિગ્રેટેડ કોર્સીસ ચલાવવામા આવે છે ત્યારે 2025-26થી આ કોર્સીસ બંધ થશે. એનસીટીઈ દ્વારા જાહેર કરાયેલી તાજેતરની પબ્લિક નોટિસ મુજબ 2024-25નું વર્ષ આ કોર્સીસ માટે છેલ્લુ એકેડેમિક વર્ષ ગણાશે અને 2024-25 સુધી અપાયેલા એડમિશન અંતર્ગત વિદ્યાર્થીઓ કોર્સ પુરો થશે ત્યાં સુધી ભણી શકશે. પરંતુ 2025-26થી આ કોર્સીસમાં પ્રવેશ નહીં થઈ શકે. હાલ જે  કોલેજો-યુનિ.ઓમાં આ ચાર વર્ષના ઈન્ટિગ્રેટેડ કોર્સ ચાલે છે તે કોલેજ- યુનિ.ઓએ કોર્સ બંધ કરીને કાઉન્સિલના નવા ઈન્ટિગ્રેટેડ ટીચર્સ એજ્યુકેશન પ્રોગ્રામમાં ટ્રાન્સફર થવા માટે અરજી કરવાની રહેશે. 

રેગ્યુલર બી.એડ કોર્સ 2030 સુધી ચાલશે

ટીચર એજ્યુકેશન કાઉન્સિલ દ્વારા નવી શિક્ષણ નીતિને અનુરૂપ નવા ક્રેડિટકરિક્યુલમ ફ્રેમવર્ક સાથે નવો ઈન્ટિગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ તૈયાર કર્યો છે. જેમાં બી.એ,બી.કોમ અને બી.એસ સી બીએડ માટે પ્રીપ્રાયમરી માટે ફાઉન્ડેશન, ધો.5 સુધીના સ્કૂલ લેવલના શિક્ષક માટે પ્રીપેરેટરી સ્ટેજ તથા ધો.6 થી 8 માટે મીડલ સ્ટેજ અને ધો.9 થી 12 માટે સેકન્ડરી સ્ટેજનો કરિક્યુલમ છે. ઈન્ટર ડિસિપ્લનરી સબ્જેક્ટ સાથે નવા ઈન્ટિગ્રેટેડ કોર્સમાં વિદ્યાર્થીઓને મેજર - માઈનોર સબ્જેકટ પણ અપાશે અને અન્ય કોર્સીસની જેમ જ 160 ક્રેડિટ રહેશે તથા સ્કૂલ એક્સપિરિયન્સ માટે પ્રેક્ટિકલ રહેશે અને 7મા સેમેસ્ટરમાં 10 ક્રેડિટની ઈન્ટર્નશિપ તથા 8માં સેમેસ્ટરમાં બે ક્રેડિટનું પોસ્ટ ઈન્ટર્નશિપનું રીવ્યુ-એનાલિસીસ રહેશે. કોલેજ-યુનિ જે પણ સ્ટેજ માટેના શિક્ષકોની તાલીમ આપવા માંગતા તે માટેનો કોર્સ શરૂ કરવા અરજી કરી શકશે. જ્યારે હાલ ગ્રેજ્યુએશન પછીના બે વર્ષના જે રેગ્યુલર બી.એડ કોર્સ ચાલે છે તે 2030 સુધી ચાલશે. બી.એડ કોલેજોએ પણ 2030 બાદ નવા ઈન્ટિગ્રેટેડ પ્રોગ્રામ મુજબ ભણાવવાનું રહેશે અને નવા નિયમો મુજબ માત્ર બી.એડ નહીં ચલાવી શકાય તેમજ એક જ કેમ્પસની બે કોલેજો અલગ અલગ યુનિ.હેઠળ નહીં ચાલી શકે. સાયન્સ કોલેજે બી.એડ માટે એક જ યુનિ.માં રહેવુ પડશે.

ઈન્ટિગ્રેટેડ B.A-B.Ed અને B.Sc- B.Ed કોર્સ વર્ષ 2025-26થી બંધ કરાશે 2 - image

Tags :