Gujarat
કોર્પોરેશનની સમીક્ષા બેઠકમાં લોક સુવિધાના ભાગરૂપે જરૂરી કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવા સૂચના
By GS TEAM
23 Jul 20252 mins read

કોર્પોરેશન ખાતે મળેલી સમીક્ષા બેઠકમાં દશામાં અને ગણપતિ મહોત્સવ દરમ્યાન ભક્તોની આસ્થાને ઠેસ ના પહોંચે તે પ્રકારે સુવિધા ઉભી કરવા અને પ્રગતિ હેઠળના વિવિધ કામો વહેલી તકે પૂર્ણ કરવા સાથે લોક સુવિધાના ભાગરૂપે જરૂરી કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવા સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા સૂચના આપવામાં આવી છે.

સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.શીતલભાઈ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને મળેલ રીવ્યુ બેઠકમા ઝોનલ ડે.મ્યુનિ. કમિશનર, આસી.મ્યુનિ. કમિશનર, કાર્યપાલક ઇજનેર તમામ વિભાગો અને પ્રોજેક્ટ્ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સ્થાયી સમિતિ દ્વારા વિવિધ વિભાગોના મંજુર કરેલ રોડ કામો સંદર્ભે રીવ્યુ મેળવ્યો હતો. તેમજ કામગીરી સમય મર્યાદામા પૂર્ણ કરવા, કોર્પોરેશન સંચાલિત પેટ્રોલ પંપ સહિત વ્હિકલપુલનુ આયોજન કરવા, શહેરના તમામ રસ્તાઓ પરના ડિવાઇડર કટની આજુ બાજુમા ૧૫-૧૫ ફુટ પ્લાંટેશન દૂર કરવા નવા ગામોના કર્મચારીઓને નિમણુક પત્રો આપવા, પેચવર્કની ડ્યુરેબિલિટી વધે તે માટે ચારેય ઝોનમા કોમ્પ્રેસર મશીન ખરીદવા ,તમામ ચારરસ્તાઓથી ૧૦૦ મીટરના વિસ્તારમાથી દબાણો હટાવવા , તમામ નવિન બની રહેલ બ્રિજોના સર્વિસ રોડ સંદર્ભે , એ.આઇ. બેઝ દંડની કાર્યવાહિ કરવા , ઓપન સ્પોટ, કચારાના ઠગલા દૂર કરવા , ચારેય ઝોનમા સફાઇ અને દબાણની કામગીરી સઘન બનાવવા સૂચના આપી હતી.નાગરિકો પશ્ચિમ ઝોનમા દશામા તળાવ સહિત બિલ અને ભાયલી , દક્ષિણ ઝોનમા તરસાલી સર્કલ અને મકરપુરા તથા પૂર્વ ઝોનમા કિશનવાળી દાવડાનગર અને હરણી તળાવ ખાતે પ્રતિમાઓનું વિસર્જન કરી શકે તે માટે કૃત્રિમ તળાવ તૈયાર કરાયા છે. દશામાં અને ગણપતિ વિસર્જનના રૂટ ઉપર તાત્કાલીક ધોરણે રોડ રસ્તા ઉપરના ખાડા પુરવા, પેચવર્ક કરવા, ઝાડના ટ્રીમિંગ તથા સફાઇ સઘન બનાવવા અને ભક્તોની આસ્થા ન દુભાય તેવી વ્યવસ્થા ઉભી કરવા સૂચના આપી હતી.








