Gujarat

વડોદરામાં વોર્ડ વિસ્તારમાં દરરોજ સવારે સાત વાગ્યે સફાઈ કામ ચાલુ કરી દેવા સુચના

By GS TEAM
20 Jun 20251 min read
TukuTouch Logo
નદી કાંઠે કાટમાળ જે કોઈ ઠાલવશે તેને શોધી કાઢી નોટિસ અપાશે : સફાઈ નહીં રાખતા દુકાનદારો લારી ગલ્લા વાળાઓને પણ દંડિત કરાશે

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં વોર્ડ વિસ્તારમાં દરરોજ સવારે સાત વાગ્યે સફાઈ કામ ચાલુ કરી દેવા સુચના

Vadodara Corporation : વડોદરા મહાનગ૨પાલિકા વિસ્તા૨માં દૈનિક સફાઈની કામગીરી નિયમિત, સમયસ૨ તથા સુચારુરૂપે થાય અને શહેરમાં સ્વચ્છતા જળવાય તે માટે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં વોર્ડ વિસ્તારમાં દરરોજ સવારે 7 વાગે સફાઈ કામ ચાલુ કરી દેવા સૂચના આપવામાં આવી છે.

મ્યુનિ. કમિશનરના અધ્યક્ષ સ્થાને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા અને વિવિધ વોર્ડના અધિકારી સાથે સફાઈ કામગીરીની સમીક્ષા ક૨વામાં આવી હતી. જેમાં સફાઈ કામગીરીમાં જરૂરી સંકલન જાળવી રાખવાની આવશ્યકતા પર પર ભાર મુકાયો છે. વિશ્વામિત્રી કાંઠે કન્સ્ટ્રકશન અને ડીમોલીશન વેસ્ટ નાંખનાર ઈસમોની ઓળખ કરી અને તેઓને નોટીસ આપવાનું કહેવાયું છે. આ ઉપરાંત વોર્ડ દીઠ સફાઈ નહીં રાખતી દુકાનો લારી ગલ્લાઓ અને ધંધાદારી એકમોને પણ દંડિત કરવામાં આવશે. સ્વચ્છતામાં ગુજરાત રાજ્યને દેશમાં અગ્રેસ૨ બનાવવા સરકાર દ્વારા નિર્મળ ગુજરાત 2.0 લોન્ચ ક૨વામાં આવેલ છે. સ્વચ્છતાની કામગીરી કરતા  સફાઈ કર્મચારીઓ પૈકી શ્રેષ્ઠ સફાઈમિત્રોની પસંદગી કરીને તેઓને માસિક ધો૨ણે એવોર્ડ આપવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા મે-2025 માસમાં વોર્ડ દીઠ પસંદગી પામેલ શ્રેષ્ઠ સફાઈ મિત્રોને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત ક૨વામાં આવ્યા હતા.