Gujarat
શ્રમજીવીઓ અને પરપ્રાંતિય કામદારોનું રજિસ્ટ્રેશન કરવા સૂચના
By GS TEAM
9 Oct 20251 min read

વડોદરા,આગામી દિવાળીના તહેવારને અનુલક્ષીને શહેરમાં કામ કરતા પરપ્રાંતિય અને શ્રમજીવીઓના આધાર કાર્ડ સહિતની વિગતો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવા માટેની સૂચના આપવામાં આવી છે.
દિવાળીના તહેવાર દરમિયાન શહેરમાં ચાલતી કન્સટ્રક્શન સાઇટનું કામ પણ બંધ રહે છે. જેથી, સાઇટ પર કામ કરતા શ્રમજીવીઓ પોતાના વતન જતા રહેતા હોય છે. જ્યારે બીજી તરફ ઔદ્યોગિક વસાહતોમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમજીવીઓ પણ ઘરે જતા હોય છે. દિવાળીના વેકેશન દરમિયાન ઘર બંધ કરીને બહારગામ ફરવા જતા નાગરિકોના ઘરમાં ચોરીઓ પણ થતી હોય છે. તેની તકેદારીના ભાગરૃપે આવા શ્રમજીવીઓ અને પરપ્રાંતિય વ્યક્તિઓની આધાર કાર્ડ, સરનામા અને નામ સહિતની વિગતોનો રેકર્ડ રાખવા પોલીસને જણાવવામાં આવ્યું છે.








