Gujarat

મિલ્ક પનીરની જગ્યાએ એનાલોગ પનીરનો ઉપયોગ કરતા ૧૧ એકમોને નોટિસ

By GS TEAM
19 Apr 20261 min read
મિલ્ક પનીરની જગ્યાએ એનાલોગ પનીરનો ઉપયોગ કરતા ૧૧ એકમોને નોટિસ

  અમદાવાદ,શનિવાર,18 એપ્રિલ,2026

મિલ્ક પનીરની જગ્યાએ એનાલોગ પનીરનો ઉપયોગ કરતા ૧૧ એકમોને  મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગ તરફથી નોટિસ અપાઈ છે. આ એકમોમાંથી ફુડ વિભાગે લો ફેટ પનીર, હાર્ડ મલાઈ પનીર તથા પનીરના સેમ્પલ લીધા હતા. આ સેમ્પલ અપ્રમાણિત જાહેર થતા હવે આ તમામ એકમ સામે કાયેદેસરની કાર્યવાહી કરવા એડજયુડીકેટીંગ ઓફિસર સમક્ષ કેસ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.આ એકમો પાસેથી રુપિયા ૩.૨૬ લાખનો વહીવટીચાર્જ વસૂલ કરવામા આવ્યો છે.

ફુડ વિભાગે છેલ્લા એક સપ્તાહમાં પનીર,દુધ અને દુધની બનાવટો, લસ્સી તથા આઈસક્રીમ ના ૬૦ સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી આપ્યા છે.મેંગો મિલ્કશેક, શેરડીનો રસ, સિકંજી તેમજ બરફના ગોળાના ૩૩ સેમ્પલ લીધા હતા.પાણીપુરીનુ પાણી, પાણીપુરીના માવાના  ૧૬ સેમ્પલ લીધા હતા.વિવિધ મસાલા અને આયોડાઈઝડ સોલ્ટના ૩૩ સહિત વિવિધ ખાદ્ય ચીજોના ૨૫૦ સેમ્પલ લેબોરેટરી તપાસ માટે મોકલી આપવામા આવ્યા હતા.

કોના સેમ્પલ અપ્રમાણિત જાહેર થયા

નામ                            સેમ્પલ

પટેલ ડેરી, ઈન્ડિયા કોલોની     પનીર

શ્રીનાથજી ભોજનાલય,બાપુનગર  પનીર

જયઅંબે ભોજનાલય,બાપુનગર  પનીર

જયગુરુદેવ ભાજીપાઉ,બાપુનગર   પનીર

મીના હરિફુડસ, મણિનગર      લોફેટપનીર

જયભવાની ખાના, સરસપુર     હાર્ડ મલાઈ પનીર

બાબા રામદેવ ધાબા, રામોલ    હાર્ડ-મલાઈ પનીર

જયભૈરવનાથ તડકા,વસ્ત્રાલ     પનીર

રિયલ પેપરીકા,રીલીફરોડ      પનીર

બાબા રામદેવ ધાબા, રામોલ    મલાઈ પનીર

હોટલ ગામઠી, જગતપુર          પનીર